• Home
  • News
  • ટ્રમ્પનો નિર્ણય ઉલટાવ્યો:બાઈડને ગ્રીન કાર્ડ પર લાગેલો પ્રતિબંધ હાટાવ્યો, કહ્યું- અન્ય દેશોના પ્રતિભાશાળી લોકોને અટકાવવા આપણા દેશના હિતમાં નથી
post

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના એક નિર્ણયને ઉલટાવી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 11:49:43

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયને ઉલટાવતા ગ્રીન કાર્ડ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના મહામારીને લીધે વધી રહેલી બેરોજગારીની સ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષ 2020ના અંત ભાગ સુધી ગ્રીન કાર્ડ ઈશ્યુ કરવા પર અંકૂશ મુક્યો હતો, જેને ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ તેમણે આ નિયંત્રણ માર્ચના અંત ભાગ સુધી લંબાવ્યો હતો.

બાઈડને બુધવારે કહ્યું હતું કે લોકોએ કાનૂની રીતે અમેરિકા આવનાર લોકોને દેશ હિતમાં નથી. તે અમેરિકાના ઉદ્યોગોને પણ અસર કરે છે, જેનું વિશ્વભરના પ્રતિભાશાળી લોકોનો ભાગ છે.


શું છે ગ્રીન કાર્ડ પ્લાન?
કામ માટે અન્ય દેશોમાંથી આવતા લોકોને અમેરિકા ગ્રીન કાર્ડ ઈસ્યુ કરે છે. તેની વેલિડિટી 10 વર્ષ છે. ત્યારબાદ તેને રિન્યુ કરાવવાનું હોય છે. આ એક પ્રકારથી અમેરિકાના પર્મનન્ટ રેસિડેન્સી કાર્ડ છે. તેનો રંગ લીલો હોય છે. આ માટે તેને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે.


ગ્રીન કાર્ડ માટે લાંબી વેઇટિંગ
અત્યાર સુધી અમેરિકાના દરેક દેશ માટે 7 ટકા ક્વોટા નક્કી હતો. અન્ય લોકો વેઈટિંગ લિસ્ટમાં જતા રહેતા હતા. સમય સાથે વેઈટિંગ લિસ્ટ લાંબી થઈ જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે 20 લાખ લોકો એવા છે કે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈ રહ્યા છે. નવા કાયદાથી આ લિમિટ હટી જશે. હવે મેરિટના આધારે ગ્રીન કાર્ડ મળશે.


ભારતીય IT સેક્ટરને સૌથી વધારે ફાયદો થયો
પ્રત્યેક વર્ષ અમેરિકા 85,000 નવા H-1B વીઝા આપે છે. તેમાંથી આશરે 70 ટકા એટલે કે 60,000 વિઝા ભારતીય IT વ્યવસાયિકો માટે આપવામાં આવે છે. નવા વિઝાનું રજિસ્ટ્રેશન 9 માર્ચથી શરૂ થશે. જે 25 માર્ચ સુધી ચાલશે. 31 માર્ચના રોજ લોટરી સિસ્ટમથી સફળ અરજદારોની જાહેરાત કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post