• Home
  • News
  • ટ્રમ્પની WHOને ચિઠ્ઠી, 30 દિવસમાં સુધારો નહીં થાય તો ફંડીગ સ્થાઈ રીતે ફ્રીઝ કરવાની ચેતવણી આપી
post

રાષ્ટ્રપતિએ કહ્યું - અમારી સાથે ગેરવર્ણતૂક થઈ છે, WHOની ફંડિગ ઘટાડવાનું વિચારી રહ્યા છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:10:05

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચિઠ્ઠી લખીને ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે 30 દિવસમાં સંગઠનમાં સુધારો કરો. જો આવું નહીં કરો તો તમને આપવામાં આવતું ફંડિગ સ્થાઈ રીતે ફ્રીઝ કરી દેવાશે અને અમેરિકા સંગઠનમાં સભ્ય બની રહેવા અંગે ફરી વિચાર કરશે.

 ટ્રમ્પે આ પહેલા વ્હાઈટ હાઉસમાં પણ WHOની ટિકા કરી હતી. તેમણે કહ્યું કે, તે (WHO)ચીનની કતપૂતળી છે. એવું કહેવું ખોટું નહીં હોય કે તે ચીન કેન્દ્રિત છે. અમેરિકા WHOને વાર્ષિક 450 મિલિયન ડોલર (અંદાજે 3500 કરોડ રૂપિયા) આપે છે. તેને ઓછું કરવાની યોજના બનાવાઈ રહી છે કારણ કે અમારી સાથે યોગ્ય વર્તન થયું નથી.

 રોજ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા લઉ છુંઃ ટ્રમ્પ

ટ્રમ્પે દાવો કર્યો કે તે કોરોનાથી બચવા માટે રોજ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન ઝિંક સાથે લે છે. તેમણે કહ્યું કે, હું છેલ્લા દોઢ સપ્તાહથી રોજ આવું કરી રહ્યો છું. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, આ દવા શા માટ લઈ રહ્યા છો. તો તેમણે કહ્યું કે, કારણ કે હું વિચારું કે આવુ કરવું ઠીક રહેશે, મે તેના વિશે ઘણી સારી કહાનીઓ સાંભળી છે. તમને સાંભળીને નવાઈ લાગશે પણ ઘણા લોકો ખાસ કરીને ફ્રન્ટલાઈન પર કામ કરતા કર્મચારી આ દવા લે છે. 

 વ્હાઈટ હાઉસના ફિઝીશીયનને આ દવા લેવાની સલાહ આપી 
ટ્રમ્પે કહ્યું કે, વ્હાઈટ હાઉસના એક ડોક્ટરે પણ કહ્યું કે, હું આ દવા લઈ શકું છું જો કે, પહેલ તો મે કરી હતી. મેં તેમને પુછ્યું હતું કે, તમે આ દવા વિશે શું વિચારો છો? તેમણે કહ્યું કે જો તમે ઈચ્છો તો લઈ શકો છો. જો આની કોઈ અસર નહીં થાય તો પણ તમે બિમાર નહીં પડો અથવા તો તમારું મોત નહીં થાય. હું રોજ એક ગોળી ખાઉ છું. સમય આવશે તો બંધ કરી દઈશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post