• Home
  • News
  • ચૂંટણી નજીક દેખાતાં વેક્સિનની ઝડપી મંજૂરી માટે ટ્રમ્પનું દબાણ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો ચિંતામાં
post

અમેરિકાના રાષ્ટ્રપતિ કોરોનાવાઈરસ માટે પ્લાઝ્મા થેરપી સહિત અનેક પ્રકારના ઈલાજ અપનાવવા ભાર મૂકી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:23:59

અમેરિકામાં ચૂંટણી નજીક આવતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોગ્ય અધિકારીઓ પર બિમારીનો ઝડપથી ઈલાજ શોધવા દબાણ વધારી દીધું છે. વિજ્ઞાનિઓને ચિંતા છે કે, ટ્રમ્પ ચૂંટણીથી પહેલા વેક્સિનને મંજૂરી આપવા દબાણ કરી શકે છે. તેઓ આ અગાઉ વિશેષજ્ઞોની અસહમતિ છતાં પ્લાઝ્મા થેરપીથી વાઈરસ પીડિતોના ઈલાજનો આદેશ આપી ચુક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સરાકરના દબાણના કારણે લોકોનો વેક્સિન પર વિશ્વાસ ઓછો થઈ શકે છે.

ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ અત્યંત આતુર હતા. તેઓ અને તેમના સહયોગી બતાવવા માગતા હતા કે, વ્હાઈટ હાઉસ વાઈરસ સામે લડાઈમાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. સાજા થઈ ગયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ બીમાર લોકોના ઈલાજમાં કરવા કહ્યું હતું. લગભગ બે સપ્તાહ સુધી રાષ્ટ્રીય આરોગ્ય ઈન્સ્ટીટ્યુટ (એનઆઈએચ)એ ઈલાજ રોકી રાખ્યો હતો. તેણે થેરપી અસરકારક ન હોવા અંગે ચિતા વ્યક્ત કરી હતી. બુધવારે, 19 ઓગસ્ટના રોજ ટ્રમ્પે એનઆઈએચના ડિરેક્ટર ડૉ. ફ્રાન્સિસને બોલાવીને કહ્યું કે, શુક્રવાર સુધી થઈ જવું જોઈએ.

શુક્રવાર સુધી આવું થયું નહીં. ફુડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શંકાઓ દૂર કરવા નિર્ણાયક ડેટાની સમીક્ષા કરી ન હતી. જોકે, સંમેલન પહેલા રવિવારે રાત્રે રાષ્ટ્રપતિએ એફડીએની મંજૂરીની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા થેરપીનો મોટાપાયે ઉપયોગ થશે. તેનાથી મૃત્યુમાં 35% જેટલો ઘટાડો આવશે.

પ્લાઝ્મા થેરપીની જાહેરાની રાત્રે ડૉ. કોલિન્સને વ્હાઈટ હાઉસ બોલાવાયા હતા. તેમને રુઝવેલ્ટ રૂમમાં મોકલી દેવાયા. બીજી તરફ ટ્રમ્પ અને તેમના અધિકારીઓ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરતા રહ્યા હતા. ડૉ. કોલિન્સ અને એફડીએના ઉચ્ચ અધિકારી ડૉ. પીટર માર્ક્સ રાષ્ટ્રપતિ અને સરકારના અધિકારીઓને પ્લાઝ્મા થેરપીના અસરકારક હોવાનો દાવો કરતા જોઈ રહ્યા હતા. જાહેરાત પછી ડૉ. કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી જતા રહ્યા હતા.

ડૉ. માર્ક્સને થોડો સમય રોકી રખાયા. ડૉ. માર્ક્સે શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા પ્લાઝ્મા થેરપી પર કામ કરવા માટે તેમને આભાર આપવા અંગે હું સ્તબ્ધ હતો. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, વેક્સિન અને ઈલાજની સુરક્ષા અંગે રાજકીય દબાણને કારણે પહેલાથી જ ચિંતિત જનતાનો વિશ્વાસ વધુ ઓછો થશે.

આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે, પ્લાઝ્મા થેરપીની જેમ ટ્રમ્પ વેક્સિનને ઉતાવળે મંજૂર કરવાનો દરેક શક્ય પ્રયાસ કરશે. રાષ્ટ્રપતિ ટીકાને ધ્યાનમાં રાખીને અસરકારક દવા અને વેક્સિન ઝડપથી બનાવવા દબાણ નાખી રહ્યા છે. તેઓ ચૂંટણીના કારણે આમ કરી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય અને માનવ સેવા વિભાગમાં ટ્રમ્પે નિમેલા અધિકારીઓ પણ વાઈરસના પ્રકોપ પર એવો રિપોર્ટ બદલવા કે મોડેથી જાહેર કરવાનો પ્રયાસ કરે છે, જે ટ્રમ્પને અનુકૂળ ન હોય.

વિજ્ઞાનીઓ અને રાષ્ટ્રપતિ વચ્ચે સંઘર્ષ વધ્યો
ટ્રમ્પને કોરોનાવાઈરસ પર નિયંત્રણમાં નિષ્ફળતા માટે રાજકીય નુકસાન થવાની આશંકા છે. આથ, હવે તેઓ અમેરિકનોને ઝડપથી વેક્સિન અને ઈલાજ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી રહ્યા છે. સરકારી વિજ્ઞાનીઓ-દવા કંપનીઓએ રાજકીય કારણોથી જનતાના આરોગ્યની સુરક્ષાને દાવ પર લગાવવાની માન્યતા દૂર કરવા અસામાન્ય પગલાં લીધા છે. એફડીએના કમિશનર ડૉ. હાન કહી ચુક્યા છે કે, બહારના વિશેષજ્ઞોની સલાહકાર સમિતિની મંજૂરી પછી જ કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી મળશે. આથી, સંઘર્ષ વધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post