• Home
  • News
  • ભીડ ભેગી ન થતા ટ્રમ્પની બીજી ચૂંટણી રેલી રદ, કેમ્પેન પ્રમુખે કહ્યું- મીડિયા અને અશ્વેતોના દેખાવના કારણે લોકો નથી આવી રહ્યા
post

ટ્રમ્પની બીજી ચૂંટણી રેલી ટુલસાના સ્ટેડિયમમાં યોજાવાની હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ સામેલ થવાના હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 09:37:45

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ચૂંટણી રેલી રદ કરી દેવાઈ છે. ટ્રમ્પના કેમ્પેન પ્રમુખ ટિમ મુરટોગે શનિવારે જણાવ્યું કે, ઓક્લાહોમાની રેલીમાં ઓછા લોકો આવ્યા હોવાથી ટુલસામાં યોજાનારી બીજી રેલી રદ કરી દેવાઈ છે. જો કે, ટ્રમ્પના સમર્થક ઉત્સાહમાં છે, પરંતુ મીડિયા અને અશ્વેતોના દેખાવોના કારણે લોકો આવી રહ્યા નથી. 

માર્ચ પછી ટ્રમ્પની પહેલી રેલી શનિવારે ઓક્લાહોમામાં થઈ હતી. કોરોના વાઈરસના કારણે આ રેલીને અટકાવવા માટે ઘણા લોકોએ ઓક્લાહોમાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

અમેરિકાનો ધ્વજ સળગાવવા માટે જેલમાં મોકલવાનો કાયદો બનાવોઃ ટ્રમ્પ 
રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, બે દિવસે પહેલા ઘણા લેફ્ટિસ્ટ્સે ઓરેગનમાં જ્યોર્જ વોશિંગ્ટનનું પૂતળુ પાડ્યું હતું. પૂતળાને અમેરિકન ધ્વજમાં લપેટીને સળગાવી દેવાયું હતું. આપણે ટૂંક સમયમાં જ એવો કાયદો બનાવીશું જેનાથી દેશનો ધ્વજ સળગાવનારાઓ પર કાર્યવાહી થઈ શકે. આવું કરનારા લોકોને એક વર્ષ માટે જેલમાં ધકેલી દેવાશે. ટ્રમ્પ ગત દિવસોમાં ઘણી વખત અમેરિકામાં અશ્વેતોના સમર્થનમાં દેખાવ કરનારા લોકો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.

પહેલી રેલીમાં વધારે લોકો આવે તેવી આશા હતી
મુરટોગે શુક્રવારે કહ્યું હતું કે, ઓક્લાહોમાની રેલીમાં ઘણા લોકો આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ઓક્લાહોમાનું બીઓકે સેન્ટર સ્ટેડિયમ નાનું પડી જશે. જેમાં 19 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા છે, પરંતુ અમારી પાસે 10 લાખથી વધારે લોકોએ ટિકિટની માંગ કરી હતી. જો કે, એવું ન થયું. મીડિયાના જણાવ્યા પ્રમાણે, રેલીમાં પ્રવેશ કરવા માટે બનાવેયાલા રજિસ્ટરમાં તો હજારો લોકોના નામ હતા, પરંતુ સ્ટેડિયમની અંદર ઓછા લોકો જોવા મળ્યા હતા.

 ટુલસાના સ્ટેડિયમમાં બીજી રેલી યોજાવાની હતી 
બીજી રેલી ટુલસાના સ્ટેડિમમાં યોજાવાની હતી. જેના માટે પણ સ્ટેડિયમ બુક થઈ ચુક્યું હતું. આ રેલીમાં ટ્રમ્પ સાથે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ લોકોને સંબોધિત કરવાના હતા. અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ થયેલા એક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની લોકપ્રિયતા ઓછી થતી જોવા મળી રહી છે. ટ્રમ્પ હાલ ઘણા રાજકીય વિરોધોનો સામનો કરી રહ્યા છે. તેમના સલાહકારોના જણાવ્યા પ્રમાણે પહેલા કોરોના વાઈરસ સામે લડવા માટે ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અને હવે કોમવાદી ભેદભાવ અંગે દેશભરમાં દેખાવની અસર રેલીઓ પર જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post