• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- કોરોનાના નુકસાન સામે ચીન પાસેથી 12 લાખ કરોડથી વધુ વળતર વસુલીશું
post

એક જર્મન છાપાએ નુકસાન માટે ચીન પાસે 162 બિલિયન ડોલર(લગભગ 12 લાખ કરોડ)વળતરની વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:30:12

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે ચીનને 162 બિલિયન ડોલર કરતા પણ વધારે બિલ મોકલી શકે છે. આ પહેલા જર્મનીના એક છાપાએ પણ એક હિસાબમાં કોરોના વાઈરસથી થયેલા નુકસાનના બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડોલર(લગભગ 12 લાખ કરોડ રૂપિયા) વળતરની વાત કરી છે.

અમે જર્મની કરતા વધુ રકમ વસુલવાનું વિચારીએ છીએઃટ્રમ્પ

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પનું માનવું છે કે ચીન કોરોના વાઈરસના પ્રસારને પહેલા અટકાવી શકતું હતું. સોમવારે જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું તે જર્મનીના છાપાની જેમ ચીનને બિલ મોકલવા અંગે વિચારી રહ્યા છે, તેમણે કહ્યું કે, ‘જર્મની આ અંગે વિચારી રહ્યું છે, અમે જોઈએ છીએ અને અમે તો જર્મની કરતા વધારે રકમ વિશે વિચારી રહ્યા છીએટ્રમ્પે એવું પણ કહ્યું કે, ચીનને કેટલા ડોલરનું બિલ મોકલીશું એ માટે હજુ કોઈ રકમ નક્કી નથી થઈ પણ રકમ મોટી જ હશે. અમેરિકા કોરોના વાઈરસ અંગે ચીનના એક્શનની પણ તપાસ કરી રહ્યું છે. આ વાઈરસને પહેલા ચીનમાં જ અટકાવી શકાતો હતો. 

 કોરોના વાઈરસને કારણે દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર ખરાબ અસર પડી છે. અમેરિકામાં પણ  આ મહામારીના કારણે કરોડો લોકો બેરોજગાર થઈ ચુક્યા છે અને ઘણા અમેરિકન રાજ્યોમાં લોકડાઉન વિરુદ્ધ વિરોધ દેખાવો પણ થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પ પાસે બજાર ખોલવાની પણ માંગ કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post