• Home
  • News
  • વ્હાઈટ હાઉસે કહ્યું-અગાઉ પરેશાન હતા, કારણ કે ટ્રમ્પને તાવની સાથે ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હતું, હવે તાવ નથી અને ઓક્સિજનના લેવલમાં સુધારો છે
post

ટ્રમ્પનો ઈલાજ મેરીલેન્ડની મિલિટ્રી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યારે પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસમાં જ ક્વોરેન્ટીન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 10:07:04

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝના મતે કોરોના સંક્રમિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, તેમણે એવુ પણ માન્યુ છે કે અધિકારીઓએ અગાઉ જે દર્શાવ્યુ હતું તેની તુલનામાં ટ્રમ્પની તબિયત વધારે ખરાબ હતી. મીડોઝે કહ્યું કે અગાઉ ટ્રમ્પને તાવ આવ્યો હતો અને બ્લડ ઓક્સિજન સ્તર પણ ઝડપથી ઘટી રહ્યો હતો. અમે એ વાતને લઈ પરેશાન હતા, ડોક્ટરોએ તેમને હોસ્પિટલ જવા સલાહ આપી હતી. જોકે, હવે તેમને તાવ નથી અને ઓક્સિજનના સ્તરમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ વિરોધાભાષી નિવેદનોને લીધે સસ્પેન્સ સર્જાયુ હતુ

અગાઉ અલગ-અલગ નિવેદનોને લીધે ટ્રમ્પના આરોગ્યને લઈ સસ્પેન્સ સર્જાયું હતું. શનિવારે ત્રણ નિવેદન આવ્યા હતા. ત્રણ નિવેદનમાં અલગ-અલગ વાત કરવામાં આવી હતી. ટ્રમ્પે એક વીડિયો શેર કરીને કહ્યું કે, હું ઠીક છું. તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસે કહ્યું કે, રાષ્ટ્રપતિમાં જે લક્ષણ જોવા મળ્યા છે, તે ચિંતામાં વધારો કરે છે. તેમની સારવાર ચાલી રહી છે પર્સનલ ફિજીશીયન ડોક્ટર સીન કોનલેના જણાવ્યા પ્રમાણે, પ્રેસિડેન્ટને હવે પહેલા કરતા સારું છે.

ટ્રમ્પની સારવાર મેરીલેન્ડના મિલેટ્રી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસમાં ક્વોરન્ટિન છે. દીકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર માટે નવી રણનીતિ તૈયાર કરી છે. સેનેટર્સની એક ટીમ બનાવવામાં આવી છે.

ટ્રમ્પે વીડિયો શેર કર્યો
રાષ્ટ્રપતિએ શનિવાર રાતે હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, હવે મને સારું લાગી રહ્યું છે. એક બે દિવસ જોઈએ શું થાય છે. મને લાગે છે કે ત્યારે સ્થિતિ વધારે સારી રીતે ખબર પડી શકશે. ટ્રમ્પ સૂટમાં જોવા મળ્યા, પણ તેમને ટાઈ નહોતી પહેરી. જેમાં બે વાતો છે. શુક્રવાર રાતે જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તેમને કહ્યું હતું કે, મને સારું નથી, શનિવારે કહ્યું કે, હવે મને સારું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં ફરીથી કામને સંભાળીશ.

ડોક્ટર અને એડવાઈઝરના નિવેદન અલગ
શનિવારે જ તેમના ડોક્ટર્સે કહ્યું કે, રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે અને તેમને હવે ઘણું સારું છે. પણ શંકા તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસના નિવેદને વધારી છે. મેડોસે કહ્યું કે, આગામી બે દિવસ ઘણા મહત્વના છે. આ દરમિયાન અમને બિમારીની ગંભીરતા વિશે સાચી માહિતી મળી શકશે. હાલ અમે રિકવરી વિશે કંઈ કહી શકીએ તેમ નથી. સ્પષ્ટપણે નિવેદનોમાં વિરોધાભાસ છે અને કદાચ આટલા માટે રાષ્ટ્રપતિએ પોતે નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું ઠીક છું.ટ્રમ્પનો વધુ એક મેસેજ તેમના મિત્ર અને વકીલ રુડોલ્ફ ગિઉલિયાની દ્વારા સામે આવ્યો છે. ગિલાનીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે મને કહ્યું કે, હું આ બિમારીને હરાવી દઈશ.

નિવેદનોથી માત્ર વ્હેમ વધ્યો
જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, તેનાથી માત્ર વ્હેમ વધી રહ્યો છે. સમજવું મુશ્કેલ છે કે વાસ્તવમાં ટ્રમ્પની સ્થિતિ કેવી છે. બીજી એક વાત થઈ. વોલ્ટર રીડ હોસ્પિટલના ડોક્ટર્સે મીડિયાને રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી વધુ માહિતી કે ટાઈમલાઈન નથી આપી. ઘણા સમાચારો પ્રમાણે, ટ્રમ્પ પહેલાથી બિમાર હતા. તેની સાચી માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી.

વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ટ્રમ્પને શુક્રવારે સવારથી જ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું છે. વ્હાઈટ હાઉસમાં તેમને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. ત્યારપછી હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોક્ટર કોનલે આ વાતોને ફગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિને અલગથી ઓક્સિજનની જરૂર નથી. સવાલ તો એ પણ ઉઠી રહ્યા છે કે ટ્રમ્પ બુધવારે સંક્રમિત થયા અથવા ગુરુવારે. બુધવાર અને ગુરુવારે તો તે ઘણા પ્રોગ્રામ્સમાં સામેલ પણ થયા હતા.

રાષ્ટ્રપતિ છે, એટલા માટે હોસ્પિટલ મોકલ્યા
સાચા અર્થમાં ટ્રમ્પના પર્સનલ ફિઝીશીયન જ વ્હેમ ફેલાવી રહ્યા છે. શનિવારે તેમણે કહ્યું કે, પ્રેસિડેન્ટ એકદમ ઠીક છે. સારવારની અસર થઈ રહી છે. આનાથી અમારી ટીમ ખુશ છે. આગામી 24 કલાકમાં તેમનો તાવ ઉતરી જશે. બ્લડ પ્રેશન અને હાર્ટ રેટ પણ નોર્મલ થઈ જશે. કોનલેને પુછવામાં આવ્યું કે, બધુ ઠીક હતું તો ટ્રમ્પને હોસ્પિટલ લાવવાની જરૂર કેમ પડી? આ અંગે જવાબ મળ્યો કે, તે અમેરિકાના રાષ્ટ્રપતિ છે.

રિપબ્લિકન પાર્ટીની નવી કેમ્પેઈન સ્ટ્રેટજી
ચૂંટણીમાં માત્ર એક મહિનો બાકી છે. રાષ્ટ્રપતિ બિમાર છે અને હોસ્પિટલમાં છે. ક્યારે ઠીક થશે, એ કહી શકાય તેમ નથી. હાલ તેમની પાર્ટીએ ઈલેક્શન કેમ્પેઈન માટે નવી રણનીતિ તૈયાર કરી છે. વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સી અને સ્પીકર નેન્સી પેલોસી સાથે સેનેટર્સની એક ટીમ દરેક રાજ્યમાં જશે. શક્ય હશે તો ટ્રમ્પ વીડિયો મેસેજ પણ કરતા રહેશે.

ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટીવ થયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય પર સસ્પેન્સ છે. જો કે, શનિવારે ત્રણ નિવેદન આવ્યા છે. ત્રણેયમાં અલગ અલગ વાત કહેવામાં આવી હતી. ટ્રમ્પે એક વીડિયો શેર કરીને કહ્યું કે, હું ઠીક છું. તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસે કહ્યું કે, રાષ્ટ્રપતિમાં જે લક્ષણ જોવા મળ્યા છે, તે ચિંતામાં વધારો કરે છે. તેમની સારવાર ચાલી રહી છે પર્સનલ ફિજીશીયન ડોક્ટર સીન કોનલેના જણાવ્યા પ્રમાણે, પ્રેસિડેન્ટને હવે પહેલા કરતા સારું છે.

ટ્રમ્પની સારવાર મેરીલેન્ડના મિલેટ્રી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસમાં ક્વોરન્ટિન છે. દીકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર માટે નવી રણનીતિ તૈયાર કરી છે. સેનેટર્સની એક ટીમ બનાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post