• Home
  • News
  • અમેરિકાના રાષ્ટ્રપતિનો નવો દાવો:USમાં કોરોનાના સૌથી વધારે દર્દી, ટ્રમ્પે કહ્યું-PM મોદીએ મને કહ્યું કે તમે ટેસ્ટિંગની બાબતમાં ખૂબ સારું કામ કર્યું
post

ટ્રમ્પે કહ્યું- કોરોના કાળમાં જો બાઈડેન ઈન્ચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોએ જીવ ગુમાવ્યો હોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:40:30

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કોરોનાની તપાસને લઈ તેમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મોદીએ મને ફોન કરી કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધારે દર્દી અમેરિકામાં છે. નવાદામાં શનિવારે રાત્રે એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ અગાઉ ટ્રમ્પે અનેક વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો દાવો કરતા રહ્યા છે.


વિશાળ દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ અમેરિકામાં
ટ્રમ્પે કહ્યું કે અમે મોટા મોટા દેશોની તુલનામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કર્યા છે. અમે અમારા દેશમાં ભારતની તુલનામાં વધારે ટેસ્ટ કર્યા છે, જ્યારે ભારતની વસ્તી આશરે દોઢ અબજ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં અમેરિકામાં 44 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. મોદીએ કહ્યું કે ટેસ્ટિંગને લઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ અંગે મે તેમને કહ્યું કે આ વાત તમે અહીંના બેઈમાન લોકોને સમજાવો. ટ્રમ્પે પોતાના ડેમોક્રેટિક હરિફ જો બાઈડેન પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે ચાઈનીઝ વાઈરસ આવ્યો ત્યારે જો બાઈડેન દેશના ઈંચાર્જ હોત તો લાખો અમેરિકી નાગરિકોના મૃત્યુ થયા હોત.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નવાદા મહત્વનું
રાજકીય અહેવાલ પ્રમાણે નવાદા એક એવી જગ્યા પૈકી એક છે કે જેની પર ટ્રમ્પ તેમના ચૂંટણી કેમ્પેઈન સમયે વધારે ધ્યાન આપી રહ્યા છે. અમેરિકાના અર્થતંત્રનું સંચાલન કરવાની તેમની નીતિઓ પ્રત્યે લોકોમાં ઉત્સાહને ફરીથી વધારવા તથા હિસ્પૈનિક વોટર્સ સાથે તેના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે.

કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં
WHO
ના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં એક દિવસમાં વિક્રમજનક 3 લાક 7 હજાર 930 કેસ આવ્યા છે. સૌથી વધારે કેસ ભારતમાંથી આવ્યા છે. બીજા નંબર પર અમેરિકા અને ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ 66 લાખ 98 હજાર 525 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ અત્યાર સુધીમાં 1 લાખ 98 હજાર 308 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post