• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- ટ્વિટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે; તે વાણી સ્વતંત્રતાને સમાપ્ત કરી રહ્યું છે, હું આવું થવા નહીં દઉં
post

ટ્વિટરે ખોટી સૂચનાઓને રોકવા માટે એક નવી ફેક્ટ ચેકિંગ સિસ્ટમ શરૂ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:56:55

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ટ્વિટર 2020માં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. તે બોલવાની આઝાદીને સમાપ્ત કરી રહ્યું છે, પરંતુ હું આવું થવા નહીં દઉં.

ટ્રમ્પે ટ્વિટ કર્યું કે તે (ટ્વિટર) કહે છે કે મેઈલ ઈન બેલેટ ઉપર આપવામાં આવેલું મારુ નિવેદન ખોટું છે. સત્ય એ છે કે મેઈલ ઈન બેલેટ મોટાપાયે ભ્રષ્ટાચાર અને જૂઠાણુ ફેલાવશે. આ ફેક્ટ ચેક ફેક મીડિયા ગ્રુપ સીએનએન અને એમેજોન વોશિંગ્ટન પોસ્ટે કર્યું છે. ટ્વિટર ફ્રી સ્પીચને સંપૂર્ણ પણે રોકવા માંગે છે. રાષ્ટ્રપતિ હોવાના નાતે હું આવું થવા નહીં દઉં. ટ્વિટરે  પોતાના પ્લેટફોર્મ ઉપર ખોટી સૂચનાને પ્રસારિત થતી અટકાવવા માટે ફેક્ટ ચેકની નવી સિસ્ટમ બનાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post