• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- વર્ષના અંત સુધીમાં અમારી પાસે વેક્સીન હશે, દેશમાં કોરોનાથી મરનારની સંખ્યા એક લાખને પાર થઈ શકે છે
post

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનો દાવો- વુહાનની લેબમાં જ કોરોનાવાયરસનું ઉત્પાદન થયું, અમારી પાસે આના પુરાવા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 10:39:37

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોનાની વેક્સીન તૈયાર થઈ જશે. તેમણે રવિવારે ફોક્સ ન્યૂઝ પરના એક કાર્યક્રમમાં આ વાત કહી. ટ્રમ્પે કહ્યું કે, અમે વહેલી તકે આ વેક્સીન તૈયાર કરીશું. તે આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. અમે આ માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સપ્લાય લાઇન તૈયાર કરી રહ્યા છીએ, અમારી પાસે ફાઇનલ વેક્સીન પણ તૈયાર છે. તેમણે જોનસન એન્ડ જોનસનનું વિશેષ નામ લેતા કહ્યું કે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેના ઉત્પાદનની ખૂબ નજીક છે.

ટ્રમ્પે કહ્યું કે, દેશમાં મૃત્યુનો આંકડો અગાઉના અંદાજ કરતા વધારે હોય શકે છે. આના કારણે 75 હજાર અથવા એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. આ ભયાનક છે, અમે તેમાંથી એકપણ માણસને ગુમાવવા માંગતા નથી. એક અઠવાડિયા અગાઉ તેમણે કોરોનાથી 60,000 જેટલા મોતનો અંદાજ લગાવ્યો હતો. અમેરિકામાં અત્યાર સુધીમાં 68 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

ટ્રમ્પે નિષ્ણાંતોના નિવેદનોની વિરુદ્ધ દાવો કર્યો છે
ટ્રમ્પનો વેક્સીન અંગેનો દાવો યુએસના આરોગ્ય નિષ્ણાતનાં નિવેદનોની વિરુદ્ધ છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશિયસ ડિસીઝના ડાયરેકટર ડોકટર એન્થોની ફોસીએ તાજેતરમાં કહ્યું હતું કે, આ વેક્સીન આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ શકે છે. આ ત્યારે થશે જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ સંપૂર્ણ તપાસ અને મંજૂરી પહેલાં ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર હોય. આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, કોરોના વેક્સીન તૈયાર થવા માટે 18 મહિનાનો સમય લાગશે. સામાન્ય રીતે, એક વેક્સીન તૈયાર કરવા અને તેનું માર્કેટિંગ કરવામાં વર્ષો લાગે છે.

સામાન્ય રીતે વેક્સીન તૈયાર થવા માટે ઘણા વર્ષો લાગે છે
જોનસન એન્ડ જોનસન કંપનીએ અમેરિકાની હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ સાથે વેક્સીન તૈયાર કરવા માટે ભાગીદારી કરી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, 2021ની શરૂઆતમાં વેક્સીન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, જો વેક્સીન અસરકારક હોય તો સપ્ટેમ્બરથી મોટા પાયે તેનું વિતરણ કરી શકાય છે. તે જ સમયે, ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરના ઘણા દેશોમાં તેને તૈયાર કરવાના પ્રયત્નો ચાલુ છે. બ્રિટનમાં ક્લિનિકલ ટ્રાયલ્સ પણ શરૂ થઈ ગઈ છે. યુરોપિયન યુનિયને આ માટે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું નેતૃત્વ કરવાની જાહેરાત કરી છે.

પોમ્પિયોના દાવો- વાયરસ વુહાનની લેબમાં જ તૈયાર થયો
યુએસના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ રવિવારે દાવો કર્યો હતો કે, વુહાનની લેબમાં કોરોનાવાયરસનું ઉત્પાદન થયું હતું. અમારી પાસે આના પુરાવા છે. એબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે આ વાત કહી. પોમ્પિયોએ કહ્યું કે, નિષ્ણાતો પણ માને છે કે વાયરસ માનવસર્જિત છે. મારી પાસે તેના પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. આ પહેલા ગુરુવારે ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે વુહાનની લેબમાંથી વાયરસ ફેલાયો છે. જો કે, યુએસ ગુપ્તચર એજન્સીઓએ કોરોના માનવસર્જિત ન હોવાની વાત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post