• Home
  • News
  • અમેરિકનોને વેક્સિન લગાવવા માટે પ્રેરણા આપશે ટ્રમ્પ, તુર્કીમાં એક જ દિવસમાં 32 હજાર કેસ સામે આવ્યા
post

અમેરિકામાં કોરોનાના કેસનો આંક 1.62 કરોડથી વધુ, અત્યારસુધીમાં 3.11 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 12:08:46

દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7.37 કરોડને પાર થઈ ગઈ છે. 5 કરોડ 17 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 16 લાખ 40 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના નાગરિકોમાં વેક્સિન સંબંધિત ભય દૂર કરવાના પ્રયાસ કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી કેલી મેક્કેનીએ આ માહિતી આપી છે. તુર્કીમાં સંક્રમણનું જોખમ એપ્રિલના સ્તરે પહોંચી ગયું છે. અહીં એક દિવસમાં 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

વેક્સિન લગાવવાથી ન ડરે અમેરિકનો
ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ અમેરિકન નાગરિકોને વેક્સિનેશનમાં ભાગ લેવા અપીલ કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી કેલી મેક્કેને મંગળવારે આ માહિતી આપી. કેલીએ એક સવાલના જવાબમાં કહ્યું - ચોક્કસ. રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે અમેરિકનો વેક્સિનેશન કાર્યક્રમમાં ભાગ લે અને એનાથી બચવાના પ્રયાસ ન કરે. તેમની મેડિકલ ટીમ જ્યારે પણ કહેશે ત્યારે તેઓ પોતે પણ વેક્સિન લેશે. જોકે તેમની પ્રાથમિકતા એ છે કે જે લોકોને વેક્સિનની સૌથી વધુ જરૂર છે તેઓ તેને પ્રથમ લગાવે. અમે ઈચ્છીએ છીએ કે સુરક્ષા અધિકારીઓને પણ આ વેક્સિન સમયસર મળે

તુર્કીમાં પરિસ્થિતિ વણસી
'ધ ગાર્ડિયન'ના એક અહેવાલ મુજબ, તુર્કીમાં સંક્રમણની સ્થિતિ વધુ વણસી છે. અહીં મંગળવારે 235 લોકોનાં મૃત્યુ થયાં. દેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે અને આવી સ્થિતિમાં ડોકટરોની સામે પણ મુશ્કેલ પરિસ્થિતિ છે. તુર્કીમાં એક જ દિવસમાં 32 હજાર 102 નવા કેસ સામે આવ્યા. તુર્કી સરકાર કહે છે કે દેશમાં મોટા ભાગના કેસો એવા સામે આવી રહ્યા છે, જેમાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી.

હવે તમે ઘરે કોરોના ટેસ્ટ કરી શકો છો
ઓસ્ટ્રેલિયાએ કોરોનાની હોમ ટેસ્ટ-કિટ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ કિટ એલ્યુમે કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. વિશેષ વાત એ છે કે અમેરિકન સરકારે તેને પોતાના દેશમાં ઉપયોગ કરવા માટે પણ મંજૂરી આપી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ એક નિવેદનમાં કહ્યું છે કે આ ટેસ્ટ-કિટથી 20 મિનિટમાં કોવિડ-19નું પરીક્ષણ-પરિણામ મળી જશે. આ ટેસ્ટ-કિટમાં નાકમાંથી સ્વેબ લઈને ટેસ્ટ કરવામાં આવે છે. આ માટે એક સ્માર્ટફોન એપ્લિકેશનની જરૂર પડશે, કારણ કે આ એપ્લિકેશનમાં ઉપયોગ કરવાની પદ્ધતિ આપવામાં આવી છે. વપરાશકર્તાએ કેટલીક માહિતી પૂરી પાડવાની છે.

નેધરલેન્ડ્સમાં લોકડાઉન શરૂ
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે મંગળવારે દેશમાં પાંચ સપ્તાહના કડક લોકડાઉનની જાહેરાત કરી હતી. રૂટે સ્પષ્ટ કર્યું છે કે આ ક્ષણે કોરોના વાઇરસ રોકવા કરતાં વધુ કોઈ અસરકારક ઉપાય નથી. તેમણે કહ્યું હતું- અમે કડક લોકડાઉન લગાવવા જઈ રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન શાળાઓ, દુકાનો, સંગ્રહાલયો અને જિમ બંધ રહેશે. 19 જાન્યુઆરી પહેલાં થોડી રાહતની અપેક્ષા ન કરવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં પરિસ્થિતિ વિનાશક બનતી અટકાવવામાં આવે અને આ માટે કડક પગલાં ભરવાં જ પડશે.

જે સમયે જ્યારે માર્ક લોકડાઉનની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે તેમની ઓફિસની બહાર હજારો પ્રદર્શનકારો કડકાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહ્યા હતા. સરકારે કહ્યું હતું કે કોઈપણ ઘરમાં ઓછામાં ઓછા બે મહેમાન આવી શકે છે અને આ માટે સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરવી પડશે. જોકે માનવામાં આવે છે કે સરકાર 24થી 26 ડિસેમ્બર દરમિયાન થોડી રાહત આપી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post