• Home
  • News
  • પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે કહ્યું- મુશ્કેલ સમયમાં ભાગવત ગીતાથી શક્તિ અને શાંતિ મળશે, તે આપણને ભગવાન કૃષ્ણએ શીખવ્યું છે
post

સાંસદ ગબાર્ડ હિન્દુ સ્ટુડેન્ટ્સ કાઉન્સિલ તરફથી આયોજીત વિદ્યાર્થીઓ સાથેની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:07:45

વોશિંગ્ટન: અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે શનિવારે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભાગવત ગીતાથી શક્તિ અને શાંતિ મળશે. સાંસદ ગબાર્ડ હિન્દુ સ્ટુડન્ટ્સ કાઉન્સિલ તરફથી આયોજીત વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રકારના માહોલમાં કોઈ પણ વિશ્વાસ સાથે કહી શકે તેમ નથી કે આવતીકાલે શું થશે?આ સ્થિતિમાં આપણને ભક્તિ, યોગ અને કર્મ યોગના અભ્યાસથી શક્તિ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. તે આપણને ભગવાન કૃષ્ણએ ભાગવત ગીતામાં શીખવ્યું છે. હિન્દુ સ્ટૂડન્ટ્સ કાઉન્સિલ તરફથી 7 જૂનના રોજ પહેલી વખત વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેમા વિશ્વની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

ફેસબુક અને યુટ્યુબ મારફતે હજારો લોકો જોડાયા 
તુલસી ગબાર્ડના કાર્યક્રમમાં ફેસબુક અને યુટ્યુબ મારફતે હજારો લોકો જોડાયા હતા. અમેરિકા, કેનેડા, બ્રિટન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સેંકડો સ્નાતક વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંસદ ગબાર્ડે કહ્યું કે તમે જ્યારે જીવન અંગે વિચાર કરો છો તો પોતાને એક જ પ્રશ્ન કરો કે મારા જીવનનો ઉદ્દેશ શું છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જો તમને માલુમ પડે છે કે તમારો ઉદ્દેશ ભગવાન અને તેમના બાળકોની સેવા કરવાનો છે તો કર્મ યોગની પ્રેક્ટિસ કરો. ત્યારે જ તમે એક સફળ જીવનને જીવી શકો છો.

અમેરિકામાં અશ્વેતના મોત બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે
સાંસદ ગબાર્ડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 25 મેના રોજ અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરમાં પોલીસે જ્યોર્જ ફ્લોયડની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આ સમયે તેને ગર્દનથી પોલીસ અધિકારીએ આશરે 9 મિનિટ સુધી દબાવી રાખ્યો હતો. ત્યારબાદ ફ્લોયડનું મોત થયું હતું. આ ઘટના બાદ અમેરિકામાં મોટાપાયે હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post