• Home
  • News
  • ભારત વિરૂદ્ધ પડછાયો બની ઉભા રહેનારા આ દેશે જ પાકિસ્તાનને ગાલ પર ઝીંક્યો તમાચો
post

ગેરકાયદે રહેતા આ પાકિસ્તાનીઓને તુર્કીની ફ્લાઈટથી ઈસ્લામાબાદ પરત મોકલવામાં આવ્યા જે સંઘીય રાજધાનીમાં રહેતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:13:33

દુનિયાના એક પછી એક દેશ પાકિસ્તાનને ઝટકો આપવા લાગ્યા છે. હવે કશ્મીર, CAA સહિતના મુદ્દે સાથ આપનારા તુર્કીએ જ પાકિસ્તાનના 51 નાગરિકોને પરાણે હાંકી કાઢીને ડિપોર્ટ કર્યા છે. તેમના પર આરોપ છે કે, તેઓ ગેરકાયદેસર રીતે અંકારામાં રહી રહ્યાં હતાં. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ લોકો અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતાં. આ લોકોને તુર્કીએ એક સ્પેશિયલ વિમાન દ્વારા ઈસ્લામાબાદ રવાના કરી દીધા છે.

ગેરકાયદે રહેતા આ પાકિસ્તાનીઓને તુર્કીની ફ્લાઈટથી ઈસ્લામાબાદ પરત મોકલવામાં આવ્યા જે સંઘીય રાજધાનીમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કીની સંઘીય તપાસ એજન્સી(FIA)એ એન્ટિ હ્યૂમન ટ્રેફિકિંગ અને સ્મગલિંગ સેલ(FIA)ને 33 લોકોને સોંપ્યા છે. જે પાકિસ્તાની છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે તુર્કીએ પાકિસ્તાની નાગરિકોનો દેશ નિકાલ કર્યો હોય, પરંતુ પહેલા પણ તે આવું કરી ચુક્યું છે.

તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હંમેશા સાથ આપતું આવ્યું છે. થોડાં સમય પૂર્વે જ ખબર આવી હતી કે, પાકિસ્તાન બાદ તુર્કી ભારત વિરોધી ગતિવિધિઓનું સૌથી મોટું બીજું કેન્દ્ર બનીને ઉભર્યું છે. કાશ્મીરના તમામ કટ્ટરવાદી સંગઠનોને તુર્કીમાંથી ફંડ મળી રહ્યું છે. તુર્કીએ પ્રયાસમાં જોડાયેલું છે કે ભારતના મુસ્લિમોને ભડકાવવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post