• Home
  • News
  • ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર કરવાની જાહેરાત કરતુ ટોપિકલ મુકતા ટ્વિટરે કલાકો સુધી અમૂલનું એકાઉન્ટ બંધ કરી દીધું
post

અમુલના વર્ષોથી સમાચારો અને કરંટ અફેર્સ પર ટોપિકલ બનાવી સોશિયલ મીડિયામાં મુકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:23:07

અમદાવાદ: દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMF- અમૂલ) ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર કરવાની જાહેરાત કરતુ એક ટોપિકલ 3 જુને તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ (@Amul_Coop) પર મુક્યું હતું. ત્યારબાદ 4 જુને મોડી રાત્રે ટ્વિટરે અમૂલનું આ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. બાદમાં અમુલે ટ્વિટરનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરી આ એકાઉન્ટને 5 જુને સવારે ફરી શરુ કરાવ્યું હતું. આ અંગે અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું કે, ટ્વિટરે કોઈ પણ આગોતરી જાણકારી વગર જ અમારા એકાઉન્ટને અમુક કલાકો માટે બંધ કરી દીધું હતું. આ અંગે અમે ટ્વિટરનો સંપર્ક કર્યો હતો પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી કે આમ કેમ કરવામાં આવ્યું?

ટ્વિટર પર ટ્વિટર સામે જ વિરોધ ઉઠ્યો
ટ્વિટરે અમૂલનું એકાઉન્ટ બંધ કરી દેતા ટ્વિટરે તેના પોતાના જ પ્લેટફોર્મ પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ટ્વિટર યુઝર્સે આને પક્ષપાતી વલણ ગણાવ્યું હતું અને અમુકે તો સરકારને અપીલ પણ કરી છે કે ટ્વિટરે જે કર્યું તેની સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. જોકે, હજુ સુધી ટ્વિટર ઇન્ડિયા તરફથી આ અંગે કોઈ ખુલાસો કે ચોખવટ કરવામાં આવી નથી.

અમૂલ 1966થી ટોપિકલ બનાવે છે
સોઢીએ જણાવ્યું હતું કે, અમે 1966થી સમાચારો અને કરંટ અફેર્સના આધારે લોકોના જીવનને સ્પર્શતા હોય તેવા ટોપિકલ બનાવીએ છીએ અને તેને સમય અનુસાર અલગ અલગ માધ્યમ પર પ્રકાશિત કરવામાં આવે છે. આજે શોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા ટોપિકલ વધુ પસંદ કરવામાં આવે છે. અમારી એડ એજન્સી આને તૈયાર કરી પોતાની રીતે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મુકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post