• Home
  • News
  • ટ્વિટરે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણને બ્લુ ટિક પરત કર્યું:ઓળખ ચકાસી શકાય કે તે માટે બ્લુ ટિક પરત કર્યું, અમિતાભે પૈસા આપીને પ્લાન ખરીદ્યો
post

અગાઉ એકાઉન્ટ વેરિફિકેશન અને બ્લૂ ટિક ખરીદવાની જરૂર નહોતી. ઈલોન મસ્કે માત્ર પ્રીમિયમ ગ્રાહકો માટેના સબસ્ક્રિપ્શન પ્લાનમાં ટ્વિટરની બ્લૂ ટિકનો સમાવેશ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 20:03:29

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, સલમાન ખાન જેવી સેલિબ્રિટીઝના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટિક્સ ફરી આવી ગયા છે. આ ઉપરાંત, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને ઋતિક રોશનના ટ્વિટર એકાઉન્ટ્સ પર પણ બ્લુ ટિક પાછું આવી ગયું છે.

રિપોર્ટ્સ અનુસાર, આ સેલિબ્રિટીઓએ ટ્વિટરનો બ્લૂ પ્લાન ખરીદ્યો નથી. આમ છતાં તેમના એકાઉન્ટ પર બ્લૂ ટિક દેખાય છે.

ટ્વિટરે 20 એપ્રિલની રાતથી બ્લૂ ટિક હટાવી દીધું હતું
હકીકતમાં, ટ્વિટરે 20 એપ્રિલની મધ્યરાત્રિએ 12 વાગ્યાથી તેના પ્લેટફોર્મ પરથી વેરિફાઇડ યુઝર્સની બ્લૂ ટિક હટાવી દીધા હતાં. ટ્વિટરે કહ્યું હતું કે તેઓએ માત્ર એવા લોકોના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દીધું છે જેમણે બ્લૂ પ્લાન ખરીદ્યો નથી. કંપનીના માલિક ઇલોન મસ્કએ 12 એપ્રિલે જ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'લેગસી બ્લૂ ચેકમાર્ક દૂર કરવાની છેલ્લી તારીખ 4/20 છે.'

જેના કારણે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી જેવી ઘણી હસ્તીઓના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યા હતાં.

આઇડેન્ટિટી વેરીફાઈ કરવા માટે બ્લૂ ટિક પરત આપ્યું
હવે ટ્વિટરે જાહેરાત કરી છે કે જે એકાઉન્ટના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે તેમને સબસ્ક્રિપ્શન લીધા વિના બ્લૂ ટિક પાછું મળશે. ટ્વિટર અનુસાર, તેઓએ આ નિર્ણય વેરિફાઇડ યુઝર્સને ઓળખવા અને તેમની ઓળખને નકલી અથવા પેરોડી એકાઉન્ટ્સથી અલગ રાખવા માટે લીધો છે.

અમિતાભ બચ્ચન, જુનિયર એનટીઆરએ સબ્સ્ક્રિપ્શન લીધું છે
કેટલીક સેલિબ્રિટીઓએ બ્લૂ ટિક મેળવવા માટે બ્લૂ પ્લાન પહેલેથી જ ખરીદી લીધો હતો. એક રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન, જુનિયર એનટીઆર, એસએસ રાજામૌલીએ ટ્વિટરનો બ્લૂ પ્લાન લીધો છે. કંગનાએ ગયા અઠવાડિયે જ બ્લૂ સબસ્ક્રિપ્શન ખરીદ્યું હતું. આ સેલિબ્રિટીઓએ પ્લાન ખરીદીને તેમની બ્લૂ ટિક પાછું મેળવી લીધું છે.

અમિતાભે કહ્યું- ધન્યવાદ ભાઈ મસ્ક
બ્લૂ ટિક પાછું મળ્યા પછી પણ અમિતાભે ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કનો રમૂજી રીતે આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, હે મસ્ક ભૈયા! બહુત બહુત ધય્નવાદ દેતે હૈ હમ આપકા. ઉ નીલ કમલ લગ ગવા હમાર નામ કે આગે. અબ કા બતાયે ભૈયા. ગાના ગાયે કે મન કરતા હે હમારા. સનબો કા? ઇ લેઓ સૂના... તુ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક... તુ ચીઝ બડી હૈ મસ્ક!

જોકે, ટ્વિટર બ્લૂ પ્લાન માટે માસિક ફી વસૂલ કરી રહ્યું છે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે ટ્વિટર પર આ સેલિબ્રિટીઓના નામની બાજુમાં બ્લૂ ટિક અકબંધ રહેશે કે સબસ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી પણ દૂર નહીં થાય.

રિપોર્ટ્સ અનુસાર, જે યુઝર્સ પ્લાન ખરીદશે તેઓ અન્ય ફીચર્સનો પણ આનંદ લઈ શકશે.

2009માં ટ્વિટર દ્વારા બ્લૂ ટિકનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. ટ્વિટર બ્લૂ મોબાઇલ યુઝર્સ માટે દર મહિને રૂ. 900 ચાર્જ કરે છે, જ્યારે ડેસ્કટોપ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 650 અથવા વાર્ષિક રૂ. 6,800 ચાર્જ કરે છે. 2009માં ટ્વિટર પર બ્લૂ ટિકનો કોન્સેપ્ટ આવ્યો હતો. નકલી એકાઉન્ટ્સ ટાળવા અને ઓળખની ચોરી ઘટાડવા માટે બ્લૂ ટિક લોન્ચ કરવામાં આવ્યું હતું.

અગાઉ એકાઉન્ટ વેરિફિકેશન અને બ્લૂ ટિક ખરીદવાની જરૂર નહોતી. ઈલોન મસ્કે માત્ર પ્રીમિયમ ગ્રાહકો માટેના સબસ્ક્રિપ્શન પ્લાનમાં ટ્વિટરની બ્લૂ ટિકનો સમાવેશ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post