• Home
  • News
  • ટ્વિટરનું બ્લૂ ટિક સબ્સક્રિપ્શન ભારતમાં શરૂ, વેબ અને મોબાઈલ યૂઝર્સ માટે અલગ અલગ ચાર્જ
post

આ સેવાના અનેક લાભ, ટ્વિટમાં એડિટ કરવાનો વિકલ્પ પણ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 16:05:32

નવી દિલ્હી: ટ્વિટરના માલિક બન્યા બાદ ઈલોન મસ્ક કંપનીની સ્થિતિ સુધારવા માટે અનેક પગલા ભરી રહ્યા છે. આ દરમિયાન કંપની છટણીના દોરનો પણ સામનો કરી ચૂકી હતી. હવે માઇક્રો બ્લૉગિગ પ્લેટફોર્મ ટ્વિટરએ ભારતમાં પણ સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી દીધી છે.  ભારતમાં ટ્વિટર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવશે. તેમાં વેબ યૂઝર્સ પાસેથી દર મહિને 650 રૂપિયા જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે 900 રૂપિયા પ્રતિ મહિના ચાર્જ નક્કી કરી દેવાયો છે. 

ટ્વિટરની માલિકી હવે ઈલોન મસ્ક પાસે 

ઈલોન મસ્કે ગત વર્ષે 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર કંપનીની ખરીદી લીધી હતી.  કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને સુધારવા માટે તેમણે એક પછી એક પેઈડ સર્વિસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો.  ટ્વિટરે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશમાં આ સેવા પહેલાથી જ શરૂ કરી હતી. જ્યાં ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શનનો ચાર્જ વેબ યૂઝર્સ માટે 8 ડૉલર પ્રતિ મહિના રખાયો છે. વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર 84 ડૉલર ખર્ચ કરવા પડે છે. 

ભારતમાં બ્લૂ ટિક સબ્સક્રિપ્શન સેવા શરૂ 

જોકે હવે ભારતમાં પણ હવે આ સેવાની શરૂઆત થઇ ગઇ છે. માહિતી અનુસાર  ભારતમાં ટ્વિટર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન સેવા વેબ યૂઝર્સે 650 રૂપિયા પ્રતિ મહિના, જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે તેનો ચાર્જ 900 રૂપિયા પ્રતિ મહિના ચૂકવવો પડશે. જોકે, વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર 6800 રૂપિયા આપવા પડશે.

ટ્વિટર બ્લૂ ટિકના ફાયદા પર એક નજર... 

ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન સાથે યૂઝર્સને બ્લૂ ટિક આપવામાં આવે છે. આ સાથે યૂઝર્સને ટ્વિટમાં એડિટ કરવા, 1080p વીડિયોમાં વીડિયો અપલોડ કરવા અને રીડર મોડનું એક્સેસ મળશે. તેની સાથે જ ટ્વિટર યૂઝર્સને ઓછી એડ જોવા મળશે જ્યારે નૉન-સબ્સક્રાઇબર્સને વધુ જાહેરાતો જોવાનો વારો આવશે. કંપનીએ કહ્યુ કે વેરિફાઇડ યૂઝર્સને ટ્વિટના રિપ્લાય અને ટ્વિટમાં પણ પ્રાયોરિટી મળશે. આટલુ જ નહી આ સર્વિસ લેનારા યૂઝર્સ 4000 શબ્દ સુધીની ટ્વિટને પોસ્ટ કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post