• Home
  • News
  • ટ્વિટરે કાઢી મુકેલા અધિકારીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો:પૂર્વ CEO પરાગ અગ્રવાલ અને 2 અન્ય અધિકારીએ ટ્વિટર સામે કેસ દાખલ કર્યો હતો
post

કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ, પરાગ અગ્રવાલ અને તત્કાલીન CFO નેડ સેગલે ગયા વર્ષે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં જુબાની આપી હતી અને ફેડરલ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 20:04:51

નવી દિલ્હી: ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરાગ અગ્રવાલ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) નેડ સેગલ અને લીગલ અફેર્સ એન્ડ પોલિસી ચીફ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

આ ત્રણેય પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસરે​​​ સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ દ્વારા કંપનીમાંથી કાઢી મુકાયા બાદ તપાસ અને પૂર્વ નોકરીઓ સંબંધિત પૂછપરછના ખર્ચાની ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે.

1 મિલિયન ડોલરથી વધુનું નુકસાન
પરાગ અગ્રવાલ, નેડ સેગલ અને વિજયા ગડ્ડેએ આ કેસ દ્વારા દાવો કર્યો છે કે કંપની પર તેમનો 1 મિલિયન ડોલર (આશરે રૂ. 82 લાખ)થી વધુની બાકી છે. આ રૂપિયા ટ્વિટરને આપવા પડશે કારણ કે ટ્વિટર કાયદાકીય રીતે આ રૂપિયા ચૂકવવા માટે બંધાયેલ છે.

તપાસ એજન્સીઓ કરી રહી છે સહયોગ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) દ્વારા તપાસ સંબંધિત વિવિધ ખર્ચની વિગતો કોર્ટમાં જણાવવામાં આવી છે. જો કે, આ તપાસ હજુ ચાલુ છે કે પૂરી થઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ, પરાગ અગ્રવાલ અને તત્કાલીન CFO નેડ સેગલે ગયા વર્ષે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં જુબાની આપી હતી અને ફેડરલ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં હતા.

SEC ટ્વિટર ડીલની તપાસ કરી રહી છે
યુ.એસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ઈલોન મસ્કે ટ્વિટરના શેર ખરીદતી વખતે સિક્યોરિટીઝ નિયમોનું પાલન કર્યું હતું કે નહીં.

પરાગ અગ્રવાલ નવેમ્બર 2021માં CEO બન્યા
જણાવીએ કે જેક ડોર્સીએ 29 નવેમ્બર 2021ના રોજ ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ પરાગ અગ્રવાલને કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. સીઈઓ બનતા પહેલા પરાગ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા. વર્ષ 2021માં તેમને પગાર અને અન્ય ભથ્થાં તરીકે 3.04 કરોડ ડોલર મળ્યા હતા. સીઈઓ તરીકે અગ્રવાલનો વાર્ષિક પગાર 1 મિલિયન ડોલર એટલે કે 9 કરોડ 24 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે.

CEO પરાગ અગ્રવાલને કેમ કાઢી મૂકવામાં આવ્યા?
મસ્કે પરાગ અને બે એક્ઝિક્યુટિવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે તેમને અને ટ્વિટરના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યા પછી તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post