• Home
  • News
  • ટ્વિટરે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના ભાગ બતાવ્યા:પાકિસ્તાનનું ઓફિશિયલ એકાઉન્ટ બ્લોક, યુઝર્સ શેર કરી રહ્યાં છે સ્ક્રીન શોર્ટ
post

ગિલગિટ-બાલ્ટિસ્તાનને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:30:33

પાકિસ્તાનને મોટો ઝટકો આપતાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનો હિસ્સો જાહેર કર્યો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનને જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગણાવતા ટ્વિટરે અહીં પાકિસ્તાન સરકારના સત્તાવાર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે.

રવિવારે જ્યારે યુઝર્સે અહીંથી ટ્વિટ કર્યું ત્યારે વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું કે તે ભારતના ભાગમાં છે કારણ કે લોકેશન કાશ્મીરનું છે. વપરાશકર્તાઓએ લાંબા સમય સુધી સરકારના હેન્ડલ્સને ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ દર વખતે તેમને જવાબ મળ્યો કે 'કાનૂની માગના જવાબમાં ભારતમાં એકાઉન્ડને ફ્રીઝ કરવામાં આવ્યું છે.'

યુઝર્સે સ્ક્રીન શોર્ટ શેર કર્યા
ત્યારથી ઘણા વપરાશકર્તાઓ ટ્વિટર પર તેના સ્ક્રીન શોર્ટ શેર કરી રહ્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના રહીમાબાદના રહેવાસી યાસિર હુસૈને ટ્વીટ કરીને લખ્યું, 'હું ગિલગિટ બાલ્ટિસ્તાનમાં છું અને @GovtofPakistanની ટ્વિટ ટ્વિટર પર દેખાતી નથી. તે જણાવે છે કે કાનૂની માગના જવાબમાં ભારતમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ભારતમાં 2023થી પાકિસ્તાન સરકારના સત્તાવાર હેન્ડલ્સ પર પ્રતિબંધ છે
માર્ચ 2023થી પાકિસ્તાન સરકારના સત્તાવાર હેન્ડલ્સ ભારતમાં પ્રતિબંધિત છે. વર્ષ 2022માં કાનૂની ફરિયાદો બાદ એકાઉન્ટ બે વખત બંધ કરવામાં આવ્યું હતું. ટ્વિટર કોઈપણ દેશમાં કોર્ટ દ્વારા જારી કરાયેલ આદેશ અથવા વાજબી કાનૂની માગના જવાબમાં તમામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા માટે બંધાયેલ છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ
ભારતનો જે હિસ્સો 1947થી પાકિસ્તાનના કબજામાં છે, તેનો માત્ર 15% વિસ્તાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છે. તેમાંથી 85% ગિલગિટ-બાલ્ટિસ્તાન અથવા ઉત્તરીય વિસ્તારોમાં છે. તે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો મુખ્ય વિસ્તાર છે. સિંધુ નદી ગિલગિટ-બાલ્ટિસ્તાન દ્વારા જ પાકિસ્તાનમાં પ્રવેશે છે. આપણી જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં, ત્યાંની સીટો હજુ પણ ખાલી છે. કાયદેસર રીતે ભારત તેને પોતાનો ભાગ માને છે જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post