• Home
  • News
  • Twitter બ્લૂ ટિક માટે દર મહિને 660 રૂપિયા લેશે:કંપની ખરીદ્યાના 5 દિવસ બાદ મસ્કે કહ્યું- તમે ગમે એટલી ફરિયાદ કરશો, તમારે પૈસા તો ચૂકવવા જ પડશે
post

ટ્વિટરે ગયા વર્ષે જૂનમાં તેની પ્રથમ સબ્સ્ક્રિપ્શન સેવા તરીકે 'Twitter Blue Service' લોન્ચ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 18:32:13

Twitter પર બ્લૂ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટ માટે યુઝરને હવે દર મહિને $8 (લગભગ રૂ. 660) ચૂકવવા પડશે. આ ચાર્જ દરેક દેશમાં અલગ-અલગ હશે. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યાના પાંચ દિવસ બાદ મંગળવારે રાત્રે આની જાહેરાત કરી હતી. જોકે તેમણે બે દિવસ પહેલાં આ વાતનો સંકેત આપ્યો હતો, જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મસ્ક $20 (લગભગ 1,600 રૂપિયા) ચાર્જ લઈ શકે છે.

તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે સંપૂર્ણપણે જાહેરાતકર્તાઓ પર આધાર રાખી શકતા નથી. 8 ડોલરનો ચાર્જ કેવો રહેશે? બીજી તરફ, બ્લૂ ટિક ચૂકવવા માટે વિશ્વભરમાંથી ફરિયાદો મળ્યા પછી એલન મસ્કે સ્પષ્ટ કર્યું કે તમામ ફરિયાદીઓ, કૃપા કરીને ફરિયાદ કરવાનું ચાલુ રાખો, પરંતુ તમારે 8 ડોલર તો ચૂકવવા જ પડશે. મસ્કે પોતાનું બાયો બદલીને Twitter Complaint Hotline Operator કરી દીધું છે.

જૂનમાં લોન્ચ થઈ હતી ટ્વિટર બ્લૂ સર્વિસ
ટ્વિટરે ગયા વર્ષે જૂનમાં તેની પ્રથમ સબ્સ્ક્રિપ્શન સેવા તરીકે 'Twitter Blue Service' લોન્ચ કરી હતી. સબ્સ્ક્રિપ્શન સર્વિસ યુ.એસ., કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સર્વિસમાં વેરિફિકેશન ઉપલબ્ધ નથી, પરંતુ હવે એની સાથે બ્લૂ ટિક પણ મળશે. એની પ્રક્રિયા શું રહેશે એ હજુ સ્પષ્ટ નથી. આ દેશોમાં 'Twitter Blue Service'નો માસિક ચાર્જ હાલમાં $4.99 (લગભગ રૂ. 410) છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post