• Home
  • News
  • નવાઝ શરીફ પર બે દિવસમાં બે હુમલા: બ્રિટનમાં પાકિસ્તાનના પૂર્વ PMની ઓફિસ પર 20થી વધુ હુમલાખોરોએ કર્યો હુમલો, 5 લોકો ઘાયલ થયા
post

અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:28:49

નવી દિલ્લી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (N)ના સ્થાપક નવાઝ શરીફની બ્રિટન ખાતેની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 20થી વધુ હુમલાખોરો સામેલ હતા. જે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નવાઝ પર આ બીજો હુમલો હતો, આ પહેલા રવિવારે પણ એક વ્યક્તિએ તેમના પર મોબાઈલ ફેંક્યો હતો, જેમાં તેમના બોડીગાર્ડને ઈજા થઈ હતી.

હુમલામાં 4 આરોપીઓની ધરપકડ
જિયો ન્યૂઝના પત્રકારે આ વીડિયો શેર કર્યો છે, જેમાં નવાઝની લંડન ઓફિસની બહાર હિંસા અને મારપીટ જોવા મળી રહી છે. કેટલાક લોકો મારપીટ કરી રહ્યા છે. હુમલાખોર જે વાહનોમાં આવ્યા હતા તેની પર ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઝંડા લગાવાયેલા હતા. કેટલાકે માસ્ક પણ પહેર્યા હતા.

નવાઝના 2 કાર્યકરો અને 3 હુમલાખોરો ગંભીર રીતે ઘાયલ
મુર્તઝાએ કેટલાક વધુ વીડિયો પણ શેર કર્યા છે, જેમાં હુમલાખોરોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તે બધા મારી નાંખો-મારી નાંખો કહી રહ્યાં છે. યુકે પોલીસ એક વિડિયોમાં હુમલાખોરની ધરપકડ કરતી હોવાનું જણાય છે. મુર્તઝાના જણાવ્યા અનુસાર આ લડાઈમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પુત્રી મરિયમે ઈમરાન પર આરોપ લગાવ્યો હતો
હુમલા બાદ મરિયમે ટ્વીટ કર્યું હતું કે પીટીઆઈના જે લોકો હિંસાનો આશરો લે છે અથવા કાયદો પોતાના હાથમાં લે છે તેમની ધરપકડ થવી જોઈએ. ઈમરાન ખાનની રાજદ્રોહ કેસમાં ધરપકડ થવી જોઈએ. કોઈને પણ છોડવા જોઈએ નહીં. અન્ય એક ટ્વીટમાં કહ્યું કે ઈમરાન ખાન આજે જે કંઈ પણ કરી રહ્યા છે, તે માત્ર તેમની વિરુદ્ધ ડોઝિયર અને ચાર્જશીટમાં ઉમેરવામાં આવશે. આ યાદી લાંબી થતી જાય છે. તે પોતાના માટે અને તેમના લોકો માટે મુશ્કેલીઓ અને દુ:ખને આમંત્રણ આપી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post