• Home
  • News
  • અમેરિકી કારખાના કારીગરોની અછતનો સામનો કરી રહ્યાં છે, 2030 સુધી 1 લાખ કરોડ ડોલરનું નુકસાન
post

અર્થવ્યવસ્થા ખૂલતા માગ વધી, કારખાનાંઓમાં કારીગરોની અછત

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-07 12:21:42

અમેરિકાની અર્થવ્યવસ્થામાં લાખો અબજ ડોલરનુ પ્રોત્સાહન મળ્યા બાદ નવી સમસ્યા સર્જાઈ છે. અમેરિકી અર્થવ્યવસ્થા ખુલ્યા બાદ માગ મોટાપાયે વધી છે. જેની સામે કારખાનાઓમાં કારીગરોની અછત સર્જાઈ છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી માર્ચમાં 37વર્ષની ટોચે પહોંચી હતી. પરંતુ કુશળ કારીગરોની અછતના લીધે કંપનીઓને ઉત્પાદન વધારવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

વેલ્ડર અને મશીનિસ્ટ જેવા સ્પેશિયાલાઈઝ કારીગરોની અછત વર્તાઈ છે. એન્ટ્રી લેવલના કારીગરોની પણ અછત થઈ છે. મેન્યુફેક્ચરિંગ ઈન્સ્ટીટ્યુટ ડેલોઈટના એક રિપોર્ટ અનુસાર, 2030 સુધી 21 લાખથઈ વધુ મેન્યુફેક્ચરિંગ જોબ ખાલી રહેશે. રિપોર્ટમાં ચેતાવણી આપી છે કે, કારીગરોની અછતના લીધે કંપનીઓનુ ઉત્પાદન અને આવક ઘટશે. પરિણામે અમેરિકાની અર્થવ્યવસ્થાને 2030 સુધીમાં 1 લાખ કરોડ ડોલર સુધીનુ નુકસાન થઈ શકે છે.

ડેલોઈટના વાઈસ ચેરમેન પોલ વેલનરે જણાવ્યુ હતુ કે, આ ગંભીર બાબત છે. વર્તમાન સમયમાં જ્યારે દેશભરમાં નોકરીઓની માગ વધી છે. બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એન્ટ્રી લેવલના કારીગરો મળી રહ્યા નથી. જ્યારે સરકારી દર 7.25 ડોલર પ્રતિ કલાકથી વધુની ચૂકવણી કરવા માટે તૈયાર છે. ઉત્પાદકોનુ કહેવુ છે કે, 2018ની તુલનાએ આજે કારીગરોની ભરતી 36 ટકા મુશ્કેલ બની છે. એક સર્વેમાં 77 ટકા કારખાનાના માલિકોનુ કહેવુ છે કે, આ વર્ષે આગામી સમયમાં કારીગરોની શોધ કરવી વધુ મુશ્કેલ બનશે.

અમેરિકી યુવાનોમાં નોકરી ગુમાવવાનો ભય
એક મેન્યુફેક્ચરિંગ ઈન્સ્ટીટ્યુટના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કેરોલિન લીએ જણાવ્યુ હતુ કે, મોટાભાગના યુવા અધિકારીઓ કારખાનાઓમાં કામ કરવા માગતા નથી. કારણકે, તેમને ભય છે કે, ક્યારેને ક્યારે તેમનુ સ્થાન રોબોટ લેશે. અને તેઓ બેરોજગાર બનશે.

જો કે, આ ખોટી માન્યતા છે. મોટાભાગના યુવાનોને લાગે છે કે, કારખાનાઓમાં થતુ કામ ઓછુ પ્રગતિશીલ અને ઓછુ જ્ઞાન ધરાવતા લોકો માટે છે. ડેલોઈટના રિપોર્ટ અનુસાર, 27 લાખ રોબોટ કામમાં જોડાયેલા હોવા છતાં માણસો માટે કામની અપેક્ષા હજી છે. રોબોટ માણસોનુ કામ ક્યારેય છીનવી શકશે નહી.

 

adv

Related News

post
post
post
post
post
post
post