• Home
  • News
  • ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના MD-CEO પદેથી રાજીનામું આપ્યું:તેમના સ્થાને દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી બેંકનો કાર્યભાર સંભાળશે
post

દીપક ગુપ્તા હવે બેંકની જવાબદારી સંભાળશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 20:02:57

ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદ પરથી રાજીનામું આપ્યું છે. આ 1 સપ્ટેમ્બર 2023થી પ્રભાવમાં આવી ગયું છે. કોટક મહિન્દ્રા બેંકે શનિવારે (2 સપ્ટેમ્બર)ના રોજ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

દીપક ગુપ્તા હવે બેંકની જવાબદારી સંભાળશે
વચગાળાની વ્યવસ્થા હેઠળ, ઉદય કોટકના સ્થાને, કોટક મહિન્દ્રા બેંકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી બેંકના MD અને CEOના પદની જવાબદારી સંભાળશે. જો કે, આ માટે બેંકે હજુ પણ RBI અને બેંકના સભ્યો પાસેથી મંજૂરી લેવી પડશે. ઉદય કોટક કોટક મહિન્દ્રા બેંકના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બેંક સાથે ચાલુ રહેશે.

બેંકના CEO અને MD તરીકે ઉદય કોટકનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરો થઈ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક નવા MD અને CEO માટે RBIને અરજી કરી ચૂકી છે. નવા CEOનું કામ 1 જાન્યુઆરી 2024થી શરૂ થશે.

ઉદય કોટકે બેંકના બોર્ડને પત્ર લખ્યો
ઉદય કોટકે બેંકના બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'મારી પાસે હજુ થોડા મહિનાનો સમય છે, પરંતુ હું તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું. હું થોડા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો અને મને લાગ્યું કે સંસ્થા માટે આ યોગ્ય સમય છે. આ અદ્ભુત કંપનીના સ્થાપક, પ્રમોટર અને નોંધપાત્ર શેરહોલ્ડર તરીકે, હું ભવિષ્યના વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવાની કલ્પના કરું છું.'

આ સિવાય ઉદય કોટકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું તેમણે કહ્યું, 'કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન, હું અને અમારા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ત્રણેયએ આ વર્ષના અંત સુધીમાં તેમના પદ છોડવાના છે.'

ઉદય કોટકે કહ્યું, 'આવી સ્થિતિમાં, આ સમયે મારું સૌથી વધુ ધ્યાન ઉત્તરાધિકારના આયોજન પર છે. મારી ઈચ્છા છે કે આ તમામ પોસ્ટ્સ પર ફેરફારની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ થાય. આ માટે, હું હવે આ પ્રક્રિયા શરૂ કરી રહ્યો છું અને આ માટે, સૌથી પહેલા, હું પોતે સીઈઓ પદ પરથી હટી રહ્યો છું.'

ઉદય કોટકની કુલ સંપત્તિ 1.10 લાખ કરોડ રૂપિયા
ઉદય કોટકે આ સંસ્થાને વર્ષ 1985 માં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની તરીકે શરૂ કરી, જે પાછળથી બેંક બની. ત્યારથી તેઓ આ બેંકના વડા હતા. આ બેંક વર્ષ 2023માં વ્યાપારી ધિરાણકર્તા બની. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઉદય કોટકની કુલ સંપત્તિ 13.4 બિલિયન ડોલર એટલે કે 1.10 લાખ કરોડ રૂપિયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post