• Home
  • News
  • એકનાથ શિંદેને એક મહિના પહેલા ખુદ ઉધ્ધવ ઠાકરેએ સીએમ બનાવવાની ઓફર આપી હતી, આદિત્ય ઠાકરેનો ધડાકો
post

આદિત્ય ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે, શિંદે જૂથના 15 થી 16 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 11:11:17

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યુ છે કે, બાગી જૂથના નેતા એનાથ શિંદેને 20 મેના રોજ ઉધ્ધવ ઠાકરેએ સીએમ પદ ઓફર કર્યુ હતુ.આમ છતા શિંદેએ 20 જૂને બળવો કર્યો હતો. આદિત્ય ઠાકરેએ કહ્યુ હતુ કે, જ્યારે તેમને આ ઓફર અપાઈ ત્યારે તેમણે ગોળ ગોળ વાત કરી હતી અને પ્રસ્તાવને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.ઉધ્ધવ ઠાકરેએ શિંદને કહ્યુ હતુ કે, તમારે સીએમ બનવુ છે ને તો લો હું તમને સીએમ બનાવુ છું..


આદિત્ય ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે, શિંદે જૂથના 15 થી 16 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. શિંદે જો આજે હિન્દુત્વની વાત કરે છે તો અઢી વર્ષ સુધી તેમનુ હિન્દુત્વ ક્યાં ગયુ હતુ. દરમિયાન મહારાષ્ટ્ર સીએમ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે યોજાયેલી મહા વિકાસ અઘાડીની બેઠકમાં દાવો કર્યો હતો કે, શિંદે જૂથના 20 ધારાસભ્યો સતત મારા સંપર્કમાં છે. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે પણ આવી જ વાત કરીને કહ્યુ હતુ કે, કેટલાક ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લેવા  માટે વિચારણા કરી શકાય તેમ છે.

adv

Related News

post
post
post
post
post
post
post