• Home
  • News
  • વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં 6 દબાયાની આશંકા, બેનાં મોત, ત્રણને રેસ્ક્યૂ કરાયા
post

4 માળની ઇમારતના નિર્માણ વેળા બનેલી દુર્ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 08:50:53

શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં 9 વ્યક્તિ દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.

પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની ઇમારત ઓચિંતી ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે 9 વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકાભેર ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડે પળભરનો પણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 પૈકી 1 બાળક સહિત 3ને રેસ્ક્યૂ કરાયા હતા, બાકીની 6 વ્યક્તિની શોધખોળ જારી રખાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, દબાયેલી વ્યક્તિઓ શ્રમજીવીઓ હતી. તેઓ સૂતા હતા ત્યારે જ ઇમારત તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગુંજી ઊઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા 3 પૈકી બે યુવકોનાં મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post