• Home
  • News
  • 16 મહિનાના રેકોર્ડ સ્તર પર પહોંચી બેરોજગારી:ડિસેમ્બરમાં બેરોજગારી દર 8.30% પર પહોંચી, શહેરોમાં હાલત વધુ ખરાબ
post

ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.6% રહેવાનો મતલબ એ છે કે કામ કરવા તૈયાર દર 1000 વર્કરમાંથી 76ને કામ નથી મળી શક્યું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-02 18:57:46

દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 2022માં વધીને 8.30% પર પહોંચી ગયો. આ 16 મહિનામાં સૌથી વધુ છે. આની પહેલાં ઓગસ્ટ 2021માં બેરોજગારી દર 8.32% હતો. ડિસેમ્બર 2021માં તે 7.91% અને નવેમ્બરમાં 8% હતો. બેરોજગારી દરમાં વધારાનું મુખ્ય કારણ શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધવાનું છે.

શહેરી વિસ્તારમાં બેરોજગારી વધુ
ડિસેમ્બરમાં સહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 10.09% પર પહોંચી ગયો છે. આ નવેમ્બરમાં 8.96% હતો. ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર મામૂલી ઘટ્યો છે. તે ડિસેમ્બરમાં 7.44% રહ્યો, જે નવેમ્બરમાં 7.55% હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના એમડી મહેશ વ્યાસે કહ્યું કે બેરોજગારી દરમાં વૃદ્ધિ એટલી ખરાબ નથી, જેટલી આગળ જોઇ શકાશે. ગયા મહિને શ્રમ ભાગીદારીના દરમાં વૃદ્ધિ જોવા મળી છે. તે ડિસેમ્બરમાં વધીને 40.48% પર પહોંચી ગઇ, જે 12 મહિનામાં સૌથી વધુ છે.

જુલાઇ-સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટીને 7.2% રહ્યો હતો
સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1% થઇ ગયો, જે જાન્યુઆરી 2022 પછી સૌથી અધિક છે. આગામી મહિનાઓમાં મોંઘવારી રોકવી અને લાખો યુવાઓ માટે રોજગારના અવસર ઊભા કરવા સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ છે. NSO દ્વારા નવેમ્બરમાં આંકડા અનુસાર જુલાઇ-સપ્ટેમ્બરમાં બેરોજગારીનો દર ઘટીને 7.2% રહી ગયો હતો. આ એનાથી પાછલા એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 7.6%ના સ્તર પર હતો.

કેવી રીતે નક્કી થાય છે બેરોજગારી દર?
ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.6% રહેવાનો મતલબ એ છે કે કામ કરવા તૈયાર દર 1000 વર્કરમાંથી 76ને કામ નથી મળી શક્યું. CMIE દર મહિને 15થી વધુ ઉંમરના લોકોનાં ઘરે-ઘરે જઇને સર્વે કરે છે અને તેમની પાસેથી રોજગારની સ્થિતિની જાણકારી લે છે. ત્યાર બાદ જે પરિણામ મળે છે તેનાથી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

ઇકોનોમી હેલ્થને દર્શાવે છે બેરોજગારીનો દર
CMIE
અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાની તંદુરસ્તીને બેરોજગારીને સાચી રીતે દર્શાવે છે, કારણ કે આ દેશની કુલ જનસંખ્યામાં કેટલા બેરોજગાર છે, તેને બતાવે છે. થિંક ટેન્કને આશા છે કે રવી ફસલની વાવણીની શરૂઆતમાં તેજી જોવા મળી શકે છે. આનો મતલબ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં એગ્રી સેક્ટર એક વાર ફરી શાનદાર પ્રદર્શન કરશે. આનાથી પ્રવાસી મજૂર ખેતરોમાં પાછા આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post