• Home
  • News
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોન્ચ કર્યો ગાયના ગોબરથી બનેલો પેઈન્ટ, આવી છે તેની ખાસિયતો
post

આ ગોબર પેઈન્ટને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના જયપુર એકમ કુમારપ્પા નેશનલ હેન્ડમેન્ડ પેપર ઈન્સ્ટીટ્યુટે તૈયાર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:16:00

ખાદી ઈન્ડિયા (Khadi India) ગાયના ગોબરથી બનેલો પેઈન્ટ લોન્ચ કર્યો છે. MSME મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ આ નવા પેઈન્ટને લોન્ચ કર્યો છે. પેઈન્ટને ખાદી પ્રાકૃતિક પેઈન્ટ (Khadi Prakritik Paint)ના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. ખાદી ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ડિસ્ટેંપર અને ઈમલ્શનમાં આવનાર આ પેઈન્ટ ઈકો ફ્રેન્ડલી, નોન ટોક્સિક, એન્ટી બેક્ટિરીયલ, એન્ટી ફંગલ અને વોશેબલ હશે. ગાયના ગોબરથી બનેલાં પેઈન્ટનું વેચાણ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની મદદથી કરવામાં આવશે.

આ ગોબર પેઈન્ટને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના જયપુર એકમ કુમારપ્પા નેશનલ હેન્ડમેન્ડ પેપર ઈન્સ્ટીટ્યુટે તૈયાર કર્યો છે. પ્રાકૃતિક પિગમેન્ટ અને મળીને રંગ બનાવવાની પ્રક્રિયાથી તેને તૈયાર કરવામાં આવે છે. ઓર્ગેનિક ફૂડ વાઈન્ડરનો ઉપયોગ કરીને તેની બંધન પ્રક્રિયાને મજબૂત કરવામાં આવે છે.

ફક્ત 4 કલાકમાં સૂકાઈ જશે પેઈન્ટ

દીવાલ પર પેઈન્ટ કર્યા બાદ તે ફક્ત ચાર કલાકમાં સૂકાઈ જાય છે. આ પેઈન્ટમાં તમે તમારી જરૂર પ્રમાણે રંગ પણ મિલાવી શકો છો. ખાદી પ્રાકૃતિક પેઈન્ટ બે પ્રકારમાં ઉપલબ્ધ હશે. ડિસ્ટેંપર પેઈન્ટ અને પ્લાસ્ટિક એમ્યુનેશન પેઈન્ટ. હાલ તેનું પેકિંગ 2 લિટરથી લઈને 30 લિટર સુધી તૈયાર કરવામાં આવ્યું છે.

ખેડૂતોને કમાણીનો નવો મોકો

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનું કહેવું છે કે આ પેઈન્ટનું નિર્માણ થવાથી કાચા માલ તરીકે ગાયના ગોબરની માગ વધશે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગાર પણ ઉત્પન્ન થશે. પેઈન્ટની આ ટેક્નિકથી ગાયના ગોબરનો ઉપયોગ વધશે. સરકારનાં એક અનુમાન મુજબ પ્રાકૃતિક પેઈન્ટના વેચાણથી ખેડૂતોને દર વર્ષે 30 હજાર રૂપિયા સુધીની વધારાની કમાણી થઈ શકે છે. સરકારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે ખેડૂતો અને ગૌશાળાઓને પ્રતિ ગાય વાર્ષિક 30 હજાર રૂપિયાની કમાણીનું અનુમાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post