• Home
  • News
  • કેન્દ્રીય મંત્રી વીકે સિંહનું POK પર મોટું નિવેદન, કહ્યું- થોડી રાહ જુઓ, આપોઆપ ભારતનો હિસ્સો બની જશે
post

ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જનરલ વીકે સિંહ રાજસ્થાન પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 12:02:53

ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અવાનવાર ચર્ચાનો વિષય બનતો હોય છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ રાજકીય પક્ષ સતામાં આવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં રાજસ્થાનની મુલાકાતે ગયેલા  કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહએ પણ POKને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના એક કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવેલ જવાબમાં આ અંગે જવાબ આપ્યો હતો. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે, PoKના લોકો ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપનું શું વલણ છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે PoKના ભારતમાં વિલીનીકરણની વાત કરી હતી.

POK આપોઆપ ભારતમાં ભળી જશે

ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જનરલ વીકે સિંહ રાજસ્થાન પહોંચ્યા હતા. રાજસ્થાનના દૌસામાં પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહને પૂછવામાં આવ્યું કે શું PoKના શિયા મુસ્લિમો ભારત સાથે સરહદમાં  વિલીનીકરણની વાત કરી રહ્યા છે. તમે આ અંગે શું કહેવા માંગો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, POK આપોઆપ ભારતમાં ભળી જશે. તમે થોડી રાહ જુઓ. 

adv

Related News

post
post
post
post
post
post
post