• Home
  • News
  • અનલૉક:લગ્નોમાં ગમે એટલા મહેમાનની છૂટ મળશે, 5 મહિનાથી બંધ સેક્ટરને રાહતની તૈયારી, મેરેજ હૉલ કે ગાર્ડનની ક્ષમતાથી અડધા મહેમાન બોલાવી શકાશે
post

મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલિસ્ટે પીપીઈ કિટ પહેરવી ફરજિયાત રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:19:53

હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે.

કોઇ પણ સભાગૃહની 50 ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે. 23 માર્ચથી લૉકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાયો હતો.

કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું કે પર્યટન-સંસ્કૃતિના ક્ષેત્ર કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ પૈકી એક છે. હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂનો મોટો હિસ્સો ત્યાં મીટિંગ, કોન્ફરન્સ તથા એક્ઝિબિશન જેવા આયોજનોથી મળે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે હોટલ્સના બેન્ક્વેટ હૉલ, કોન્ફરન્સ રૂમમાં 50% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. આ અંગે ગૃહ સચિવ સાથે પણ વાત થઇ છે. તેઓ આ પ્રસ્તાવ અંગે સહમત છે. અનલૉક અંગેના નવા આદેશમાં આ બાબતો સમાવાય તેવી પૂરી આશા છે.

200 મહેમાન હોય તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ
ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ. આ જ રીતે 200 દર્શકો માટે 400ની ક્ષમતાવાળું સભાગૃહ હોવું જોઇએ.

સ્કૂલ સ્થિતિ સામાન્ય થાય ત્યારે જ ખુલશે
દેશભરની સ્કૂલો અને વાલીઓએ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રને મોકલેલા ફીડબેકમાં કહ્યું છે કે સ્કૂલો ખોલવાનો નિર્ણય સ્થિતિ સામાન્ય થયા પછી જ લેવામાં આવે. બાળકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવાની કે ઉતાવળ કરવાની જરૂર નથી. તેથી અનલૉકની આગામી ગાઇડલાઇનમાં સ્કૂલો અંગે નિર્ણય થવાની શક્યતા ઓછી છે.

મલ્ટીપ્લેક્સ: અડધી સીટોની ક્ષમતા સાથે ખોલવા મંજૂરી મળે
અનલૉકની આગામી ગાઇડલાઇનમાં સિનેમાઘરો ખોલવા અંગે પણ નિયમો આવી શકે છે. મૉલ ખોલવાની મંજૂરી બાદ સિનેમાઘરો તથા મલ્ટીપ્લેક્સ માલિકો પણ એક તૃતીયાંશથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની માગ કરી રહ્યા છે. સરકાર જે કંઇ તકેદારીઓ રાખવા કહેશે તેનું અક્ષરશ: પાલન કરીશું.

ફિલ્મો, સીરિયલોના શૂટિંગ માટે કાર્યશૈલી જાહેર કરાઈ
દેશમાં ક્યાંય પણ સ્ટુડિયો તથા આઉટડોર શૂટિંગને મંજૂરી આપી. તે માટે નવી એસઓપી જારી કરાઇ છે. માત્ર પાત્રોને કેમેરા સામે માસ્ક ન પહેરવાની છૂટ હશે. બે હાથનું અંતર જરૂરી રહેશે. કોસ્ચ્યૂમ, વિગ, મેકઅપ આઇટમ શૅર નહીં કરી શકાય. મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઇલિસ્ટે પીપીઇ કિટ પહેરવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post