• Home
  • News
  • ‘અન’સોશિયલ મીડિયા પર લગામ?:નહીં માને તો ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ ભારતમાં 2 દિવસમાં બંધ થઈ જશે
post

તમામ સોશિયલ પ્લેટફોર્મ્સને આઈટી એક્ટની કલમ-79 અંતર્ગત છૂટ છે કેમકે તે થર્ડ પાર્ટી ડેટા પ્રદર્શિત કરે છે પણ તેઓ તેના સંરક્ષણનો દાવો કરીને ભારતીય કાયદાઓની અવગણના કરીને ખુદના માપદંડો બનાવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 10:03:52

હાલમાં ભારતમાં ટૂલકિટ મામલો જોરશોરથી ચાલી રહ્યો છે તો બીજીતરફ ભારત સરકારનો સોશિયલ મીડિયા એથિક્સનો નવો કાયદો બે દિવસમાં અમલી થઈ જશે. કાયદો અમલી થતા જ નવા આઈટી કાયદાની અવગણના સોશિયલ મીડિયા કંપનીઓને ભારે પડી શકે છે. જો કે, ત્રણ મહિનાની મુદત પછી પણ ફેસબુક-ટ્વીટર કે ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોનાં પાલનમાં કોઈ રૂચિ દર્શાવી નથી. એવામાં સવાલ એ છે કે શું ભારત સરકાર આ કંપનીઓને વધુ મુદત આપશે કે બે દિવસમાં ફેસબુક-ટ્વીટર-ઈન્સ્ટાગ્રામે ભારતમાં પોતાની કામગીરી બંધ કરી દેવી પડશે?

નવો સોશિયલ મીડિયા કાયદો શું છે?
વાસ્તવમાં, 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયા એથિક્સ કોડને લાગુ કરવાનું એલાન કર્યુ હતું. આ નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવાયા જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય. સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કંપનીઓને તે લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપ્યો હતો.

25 મે સુધી છે ડેડલાઈન, 26મીથી કાયદો થશે અમલી
ડિજિટલ મીડિયા કે સોશિયલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલા આ કાયદાને 26 મેથી લાગુ કરાશે. તેના માટે તમામ ડિજિટલ કે સોશિયલ મીડિયાને ત્રણ મહિનાનો સમય અપાયો હતો જે 25 મેના રોજ ખતમ થશે.

નવા નિયમમાં આ છે બધા માટે અનિવાર્ય
-
ભારતમાં અધિકારી અને કોન્ટેક્ટ એડ્રેસઃ સૌથી મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિઅરીઝ માટે એ) એક ચીફ ઓપરેટિંગ ઓફિસર (બી) એક નોડલ કોન્ટેક્ટ પર્સન (સી) એક સ્થાનિક ફરિયાદ અધિકારી. આ તમામ ભારતમાં રહેતા કર્મચારી હોવા જોઈએ.
-
સોશિયલ મીડિયા ઈન્ટરમીડિઅરીઝ માટે ભારતમાં ઓફિસ હોવી અનિવાર્ય છે. જે વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન કે બંને પબ્લિશ રહેવી જોઈએ.
3-
ફરિયાદ નિવારણઃ નિયમો અંતર્ગત, ઈન્ટરમીડિઅરીઝને વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન કે બંને પર પ્રાયોરિટી સાથે પ્રકાશિત કરવી જોઈએ - (એ) ફરિયાદ અધિકારીનું નામ અને કોન્ટેક્ટ ડિટેઈલ (બી) ફરિયાદ કરવાની પ્રક્રિયા. ફરિયાદ અધિકારીએ 24 કલાકમાં ફરિયાદ મળ્યાની જાણકારી આપવાની રહેશે. 15 દિવસમાં તેનો નિકાલ લાવવાનો રહેશે.
4-
હાર્મફૂલ કન્ટેન્ટનું મોનિટરીંગઃ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની ટેકનોલોજીથી એ સુનિશ્ચિત કરશે કે રેપ, બાળ હિંસા વગેરે હટાવવા માટે ટૂલ તેમની વેબસાઈટ પર રાખે.

માત્ર સોશિયલ મીડિયા કંપની કૂએ નિયમો લાગુ કર્યા
ભારતીય સોશિયલ મીડિયા કંપની કૂએ નવા ડિજિટલ કાયદાઓનું પાલન કરીને તમામ દિશાનિર્દેશો લાગુ કર્યા છે.

કેટલીક કંપનીઓએ છ મહિનાનો માગ્યો સમય
અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે છ મહિનાનો વધુ સમય માગ્યો છે. જ્યારે મંત્રાલયે કહ્યું છે કે ત્રણ મહિનામાં આ લાગુ કરવું આસાન હતું. ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામે પોતાના હેડ ક્વાર્ટર્સ વિદેશોમાં હોવાના કારણે કંપની હેડ ક્વાર્ટર્સના નિર્દેશોની રાહ જોતી હોવાનું કહ્યું.

મનમાની કરે છે સોશિયલ પ્લેટફોર્મ્સ
તમામ સોશિયલ પ્લેટફોર્મ્સને આઈટી એક્ટની કલમ-79 અંતર્ગત છૂટ છે કેમકે તે થર્ડ પાર્ટી ડેટા પ્રદર્શિત કરે છે પણ તેઓ તેના સંરક્ષણનો દાવો કરીને ભારતીય કાયદાઓની અવગણના કરીને ખુદના માપદંડો બનાવે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ કે નકલી પોસ્ટને આગળ વધારવામાં આવે છે. જ્યારે અન્ય અનેક પોસ્ટ હટાવી દેવાય છે કે સંશોધિત કરાય છે અને તેના માટે કોઈ માપદંડ નથી. 26 મે પછી આ મનમાની પર લગામ આવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post