• Home
  • News
  • UPI પેમેન્ટ થઈ જશે ફેલ! બેન્ક દરરોજ ચૂકવશે 100 રૂપિયા વળતર, અહીં કરવી પડશે ફરિયાદ
post

1 એપ્રિલ 2021 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. દેશના સરકારી અને પ્રાઈવેટ કામકાજ નથી થયા. તે દિવસે કેટલીક બેન્કોના UPI અને IMPS ટ્રાન્જેક્શન ફેલ થયા. એવામાં ગ્રાહકના પૈસા પણ ફસાઈ ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-07 11:41:55

નવી દિલ્હી: UPI Payment Failed: 1 એપ્રિલ 2021 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. દેશના સરકારી અને પ્રાઈવેટ કામકાજ નથી થયા. તે દિવસે કેટલીક બેન્કોના UPI અને IMPS ટ્રાન્જેક્શન ફેલ થયા. એવામાં ગ્રાહકના પૈસા પણ ફસાઈ ગયા. અમે તમને જણાવી રહ્યા છીએ કે, જો તમારા UPI ટ્રાન્જેક્શન ફેલ થઈ ગયા અને તમે સમયસર બેન્ક તેને તમારા એકાઉન્ટમાં પરત ના કરે તો તમારે શું કરવું.

1 એુપ્રિલ 2021 ના UPI પેમેન્ટ ફેલ થયા
The National Payments Corporation of India (NPCI)
એ એક ટ્વીટમાં કહ્યું છે કે, 1 એપ્રિલની સાંજ સુધી મોટાભાગે બેન્કો સામાન્ય થઈ ગઈ હતી. ગ્રાહકોને અવિરત આઇએમપીએસ અને યુપીઆઇ સર્વિસ મળવા લાગી હતી. પરંતુ તેમ છતાં ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા પછી તેમના પૈસા પાછા મળ્યા નથી.

આ છે RBI ની ગાઈડલાઈન્સ
જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેનો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા છે, તો તમારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ઓક્ટોબર 2019 ની ગાઈડલાઈન્સ વિશે જાણવું જોઈએ, આ તમારી સમસ્યાને હલ કરી શકે છે. આ પરિપત્ર અંતર્ગત પૈસાના ઓટો રિવર્સલને લઇને એક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ અથવા રિવર્સલ આ સમયમર્યાદામાં કરવામાં નહીં આવે, તો બેન્કે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. પરિપત્ર મુજબ, સમયમર્યાદા પૂરી થયા પછી, દરરોજ 100 રૂપિયાના દરે વળતર આપવું પડશે.

પરિપત્ર મુજબ, જો UPI ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય અને ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપવામાં આવે, પરંતુ પૈસા લાભકર્તાના ખાતામાં પહોંચતા નથી, તો ઓટો રિવર્સલ ટ્રાન્ઝેક્શન T+1 દિવસમાં પૂર્ણ થવું જોઈએ. અહીં T નો અર્થ ટ્રાન્ઝેક્શનનો દિવસ અને +1 નો અર્થ એક દિવસ અથવા 24 કલાક હોઈ શકે છે.

અહીં કરી શકો છો ફરિયાદ
સૌ પ્રથમ, તમારે સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરવી જોઈએ. તમારે Raise Dispute જવું પડશે. અહીં તમારી ફરિયાદ ફાઇલ કરો. આપની ફરિયાદ સાચી થવા પર પ્રદાતા પૈસા પાછા આપશે. જો ફરિયાદ કરવા છતાં પણ બેન્ક તરફથી કોઈ જવાબ ન મળ્યો હોય, તો પછી તમે રિઝર્વ બેંકની ડિજિટલ ટ્રાંઝેક્શન 2019 ના ઓમ્બુડ્સમેન સ્કીમ અંતર્ગત ફરિયાદ કરી શકો છો.

 

adv

Related News

post
post
post
post
post
post
post