• Home
  • News
  • રામ મંદિર માટે તપ, મધ્ય પ્રદેશનાં ઊર્મિલાબહેન મંદિરના નિર્માણ માટે છેલ્લાં 28 વર્ષથી ઉપવાસ કરે છે
post

અયોધ્યામાં ઐતિહાસિક શિલાન્યાસ, અમદાવાદમાં ‘હનુમાનજી’એ ઉજવણીમાં ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 09:06:39

નવી દિલ્હી: બુધવારે મધ્ય પ્રદેશના જબલપુર ખાતે 82 વર્ષના ઊર્મિલાબહેન ચતુર્વેદીએ મોબાઇલ ફોનની સ્ક્રીન પર અયોધ્યામાં થયેલો શિલાન્યાસ કાર્યક્રમ નિહાળ્યો હતો. ઊર્મિલાબહેને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય એ માટે છેલ્લાં 28 વર્ષથી ઉપવાસ કરી રહ્યાં છે. 1992માં બાબરી ધ્વંસની ઘટના બાદ ઊર્મિલાબહેને મંદિરના નિર્માણની ટેક લઈને ઉપવાસ શરૂ કર્યા હતા. હવે મંદિરનું નિર્માણ શરૂ થતાં તેઓ ઉપવાસ છોડશે. તેઓ છેલ્લાં 28 વર્ષથી માત્ર ફળો, દૂધ અને દહીં જ લે છે. તેઓ દિવસનો મોટાભાગનો સમય રામાયણ વાંચનમાં ગાળે છે. હવે તેમની ઈચ્છા અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવાની છે.

सुनहु भरत भावी प्रबल, बिलखि कहेहुँ मुनिनाथ।
हानि, लाभ, जीवन, मरण,यश, अपयश विधि हाँथ।

અર્થાત્... લાભ-હાનિ, જીવન-મરણ ભલે ઇશ્વરના હાથમાં હોય પણ હાનિ પછી પણ હાર માનીને બેસી ન રહેવું આપણા હાથમાં જ છે. જેટલું પણ જીવન મળ્યું છે તે કેવી રીતે જીવવું છે એ આપણે જ નક્કી કરી શકીએ છીએ. મરણ જો પ્રભુના હાથમાં છે તો તે પરમાત્માનું સ્મરણ આપણા હાથમાં છે.

અયોધ્યામાં ઐતિહાસિક શિલાન્યાસ, અમદાવાદમાં હનુમાનજીએ ઉજવણીમાં ભાગ લીધો
અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસના ઐતિહાસિક પ્રસંગની દેશભરમાં ઉજવણી થઈ હતી. અમદાવાદમાં પણ વિવિધ સ્થળે લોકોએ રસ્તા પર ઉતરીને ઉજવણી કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં વીએચપીના કાર્યાલય ખાતે ભૂમિપૂજનનો કાર્યક્રમ નિહાળ્યો હતો. રામમંદિરના નિર્માણ માટે 80ના દાયકામાં યોજાયેલી રથયાત્રામાં અમદાવાદ મહત્ત્વનો પડાવ હતો. અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન રામશિલાની હાકલ કરવામાં આવી હતી. એ પછી દેશભરમાંથી રામભક્તોએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રામશિલાઓ મોકલી હતી. અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં કારસેવા માટે જતા હતા.

काम, क्रोध, मद, लोभ, सब, नाथ नरक के पंथ।
सब परिहरि रघुबीरहि, भजहुँ भजहिं जेहि संत।

અર્થાત્... કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે નરકના રસ્તે લઇ જનારા છે. સાધુઓ જે રીતે બધું જ ત્યજીને ભગવાનનું નામ જપે છે તેમ તમે પણ રામના થઇ જાવ.

સુરતમાં ડુમસ રોડ પર આવેલા 500 વર્ષ જૂના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં 108 દીવડા પ્રગટાવીને વિશેષ પૂજા કરવામાં આવી
અયોધ્યામાં ભૂમિપૂજનનો આનંદ સુરત સુધી રેલાયો હતો. સુરતના ડુમસ રોડ પર સ્થિત આશરે 500 વર્ષ જૂના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં 108 દીવડાઓને પ્રજવલિત કરી ભગવાનની પૂજા કરાઈ હતી. ટપુ ભારતી બાપુ રૂંઢનાથ મહાદેવ સેવા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાદેવજીના મંદિરમાં ભગવાન રામની મહાઆરતી આસ્થા અને ઉત્સાહ સાથે ઉતારવામાં આવી હતી. આસપાસના પંથકના ભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પૂજાપાઠમાં જોડાયા હતા. નાનકડા એવા આ ગામમાં પણ લોકો રામ નામમાં લીન થયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં વિવિધ સ્થળે, મંદિરોમાં ખાસ કાર્યક્રમો, પૂજા થઈ હતી.

बोले बिहसि महेस तब ग्यानी मूढ़ न कोइ।
जेहि जस रघुपति करहिं जब सो तस तेहि छन होइ।

અર્થાત્... ક્યારેય કોઇ વાતનો અહંકાર ન કરવો જોઇએ. અહંકાર કરનારા સમાજમાં ક્યારેય આગળ વધી શકતા નથી.

સેંકડો દીવડાઓથી થયું રામરાજ્યનું સ્વાગત, લોકોએ મંદિર, શેરીઓમાં રામલીલા યોજીને અયોધ્યાની ઉજવણી કરી
અયોધ્યામાં ભૂમિપૂજનનો પ્રસંગ હતો પણ તેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ હતી. લોકોએ દીવડાઓની મદદથી રામરાજ્ય અને જય શ્રી રામ લખીને આસ્થા અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તથા રામ, સીતા અને લક્ષ્મણ બનીને રામલીલા યોજવામાં આવી હતી. મંદિરોમાં વિશેષ આરતી તથા પૂજા પાઠ યોજવામાં આવ્યાં હતા. કોરોનાની મહામારીના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. છતાં પણ ઉત્સાહમાં ઓટ ક્યાં નહોતી. હરિદ્વારમાં ગંગા ઘાટ હોય કે અયોધ્યામાં સરયૂ ઘાટ. દરેક જગ્યાએ ભક્તિભાવપૂર્વક જાણે દિવાળી હોય એ રીતે શિલાન્યાસનો પ્રસંગ વધાવાયો હતો.

नाथ दैव कर कवन भरोसा। सोषिअ सिंधु करिअ मन रोसा॥
कादर मन कहुँ एक अधारा। दैव दैव आलसी पुकारा।।

અર્થાત્... શક્તિશાળીએ સંયમી હોવું પણ જરૂરી છે. તમે તમારા ભરોસે કામ કરો, ઇશ્વર તમારી મદદ જરૂર કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post