• Home
  • News
  • અમેરિકાએ ઇન્ડોનેશિયાને ૧૪૦૦ કરોડ ડોલરના શસ્ત્રો વેચવાની મંજૂરી આપી
post

ઇન્ડોનેશિયાને ૩૬ એફ-૧૫ ફાઇટર જેટ, એન્જિન, સંબધિત ઉપકરણો મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:39:38

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વહીવટી તંત્રે ઇન્ડોેનેશિયાને લગભગ ૧૪૦૦ કરોડ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે. ઇન્ડો-પેસેફિકમાં ચીનના વધતા પ્રભુત્ત્વને રોકવા માટે અમેરિકા સતત પગલા ભરી રહ્યું છે અને આ શસ્ત્રોનું વેચાણ તેનો જ હિસ્સો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે ૧૩.૯ અબજ ડાલરના એડવાન્સ્ડ ફાઇટર જેટના વેચાણને મંજૂરી આપી છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિન્કન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જેનો ઉદ્દેશ રશિયા અને યુક્રેન વચ્ચે વધતી જતી તંગદિલી છતાં ચીનને પેસેફિક ક્ષેત્રમાં મુક્ત નિયંત્રણની મંજૂરી નહીં આપવાના અમેરિકાના મજબૂત સંકલ્પને રેખાંકિત કરવાનો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાને ૩૬ એફ-૧૫ ફાઇટર જેટએન્જિન અને સંબધિત ઉપકરણોના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. જેમાં યુદ્ધ સામગ્રી અને કોમ્યુનિકેશન સિસ્ટમ સામેલ છે.

ડિસેમ્બરના મધ્યમાં બ્લિન્કનની જકાર્તા યાત્રા પછી આ સમજૂતી કરવામાં આવી છે. બ્લિન્કને તે સમયે માનવ અધિકારોની ચિંતા વચ્ચે અમેરિકા ઇન્ડોનેશિયાના ગાઢ સંબધોની પ્રશંસા કરી હતી.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રસ્તાવિત વેચાણ એશિયા પેસેફિક ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા અને આર્થિક પ્રગતિ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રીય ભાગીદારની સુરક્ષામાં સુધાર કરી અમેરિકાની વિદેશ નીતિના લક્ષ્યો અને રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશોને સમર્થન કરશે.

આ નિવેદનમાં ચીનનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ અમેરિકન વહીવટી તંત્ર સતત દક્ષિણ ચીન સમુદ્ર અને પેસેફિક ક્ષેત્ર તથા અન્ય સ્થળોએ પોતાનું પ્રભુત્ત્વ વધારવાના ચીનના પ્રયત્નોને રોકવાના અભિયાનમાં વિશ્વના સૌથી મોટા મુસ્લિમ લોકશાહી દેશ ઇન્ડોનેશિયાને સામેલ કરવાની માગ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post