• Home
  • News
  • અમેરિકાએ 16 જૂનથી ચીનની તમામ ફ્લાઈટ્સના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો, US એરલાઈન્સ પર પ્રતિબંધ બાદ નિર્ણય લેવાયો
post

જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આદેશ આપે છે તો ચીનની ઉડ્ડયન સેવા પર વહેલા પ્રતિબંધ લાગી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 10:02:47

અમેરિકાએ બુધવારે ચીનની એરલાયન્સની પોતાના દેશમાં આવતી અને જતી તમામ ઉડ્ડયન સેવાને રદ્દ કરવા આદેશ કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ચીને અમેરિકાની એરલાયન્સને બન્ને દેશ વચ્ચે ફરી સેવા શરૂ કરતા અટકાવી છે. તેના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

US એરલાયન્સ 1લી જૂનથી ચીનમાં ઉડ્ડયન સેવા શરૂ કરવા ઈચ્છતી હતી

એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી બન્ને દેશ વચ્ચે તણાવ વધી શકે છે. બીજી બાજુ અમેરિકાા પરિવહન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે યુનાઈટેડ એરલાયન્સ (UA) અને ડેલ્ટા એરલાયન્સ 1લી જૂનથી ચીન માટે ઉડ્ડયન સેવા શરૂ કરવા માંગતી હતી. પણ વિનંતી કરવા છતાં ચીન સરકારે ઉડ્ડયનની મંજૂરી આપી ન હતી. 

ચીનના અધિકારીઓએ સાથે વાત કરવામાં આવશે
પરિવહન વિભાગે કહ્યું છે કે ચીન ઉડ્ડયન સેવાને લગતી સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ જળવાઈ રહે તે માટે ચીનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. રદ્દ કરવાનો આદેશ 16 જૂનથી લાગુ થશે. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આદેશ આપે તો તે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post