• Home
  • News
  • અમેરિકાની બ્લોગરનો પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી ઉપર રેપનો આરોપ, કહ્યું- પૂર્વ પ્રધાનમંત્રી ગિલાનીએ પણ ગેરવર્તન કર્યુ
post

અમેરિકાની બ્લોગરનું નામ સિંથિયા ડી રિચી છે. તે લાંબા સમયથી પાકિસ્તાનમાં રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 11:42:59

ઈસ્લામાબાદ:  પાકિસ્તાનમાં રહેનાર એક અમેરિકાની બ્લોગર સિંથિયા ડી રિચીએ પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. રિચીએ પૂર્વ પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાની ઉપર પણ શારીરિક યાતના આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સિંથિયા મુજબ બન્ને ઘટના 2011ની છે. આ દરમિયાન બેનઝીર ભૂટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP) સત્તામાં હતી. હાલ પાર્ટીનું નેતૃત્વ બેનઝીરનો પુત્ર બિલાવલ ભૂટ્ટો કરી રહ્યો છે.

ઈમરાનની સોશિયલ મીડિયા ટીમમાં છે સિંથિયા
સિંથિયાએ શુક્રવારે ફેસબુક ઉપર એક વીડિયો મૂક્યો છે. જેમા રહેમાન મલિક અને ગિલાની ઉપર આરોપ લગાવ્યા છે. રિચી મુજબ ઘટના 2011ની છે. એ સમયે તે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં રહેતી હતી. ખાસ વાત એ છે કે રિચી હાલ પ્રધાનમત્રી ઈમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમમાં છે. રિચીએ અમુક ટ્વિટ પણ કર્યા. એક ટ્વિટમાં તણે લખ્યું છે કે મને ડ્રિંક્સમાં નશીલો પદાર્થ મેળવીને આપવામાં આવ્યું. હું ચૂપ રહી કારણ કે PPP સરકાર મારી મદદ કરતું હતું. હવે હું કોઈપણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છું.

અમેરિકાના દૂતાવાસને પણ જાણકારી આપી હતી
સિંથિયાનો દાવો છે કે તેણે ઘટનાની જાણકારી પાકિસ્તાનમાં રહેલા અમેરિકાના દૂતાવાસને પણ આપી હતી. ત્યાંથી યોગ્ય જવાબ મળ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધો સારા ન હતા. રિચીએ PPP ઉપર ગંદુ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે વિશ્વ મારી વાત સાંભળે.

ગિલાનીનો ઈનકાર
જીયો ન્યૂઝ મુજબ પૂર્વ પ્રધાનમંત્રી ગિલાનીએ સિંથિયાના આરોપને નકાર્યા છે. તેમણે કહ્યું કે શું એક પ્રધાનમંત્રી અવાન-એ-સદર (પાકિસ્તાનનું રાષ્ટ્રપતિ ભવન)માં આવા પ્રકારની હરકત કરી શકે? રહેમાન  મલિકે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

શનિવારે પણ ટ્વિટ કર્યું
સિંથિયાએ શનિવારે પણ ટ્વિટ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે PPP નેતા મારી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. રેપ કલ્ચર બંધ થવું જોઈએ. આ માત્ર PPPની વાત નથી, ઘણી સત્તાધારી પાર્ટીઓએ મારું શોષણ કર્યું છે. મેં ક્યારેય પરીવારને આના વિશે જણાવ્યું નથી. મેં હંમેશા પાકિસ્તાનની એક સોફ્ટ ઈમેજ બનાવવા માટે મહેનત કરી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post