• Home
  • News
  • અમેરિકાના અર્થતંત્રને ફટકો, જાન્યુઆરી-માર્ચમાં GDP ગ્રોથ -4.8%
post

અગાઉ 2014ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ -1.1 ટકા હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:07:56

વોશિંગ્ટન : કોરોના મહામારીના સંકટની અસર હવે દુનિયાભરમાં દેખાવા લાગી છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ ઘટીને નેગેટિવ થઇ ગયો છે. અર્થશાસ્ત્રીઓ અમેરિકાનો જીડીપી ગ્રોથ -3.8 ટકા રહેવાનું અનુમાન કરતા હતા પણ તે -4.8 ટકા થઇ ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેના પગલે આર્થિક મંદીની આશંકા ઘેરી બની છે. એપ્રિલથી જૂનના ગાળાના આંકડા વધુ ખરાબ હોઇ શકે છે, કેમ કે એપ્રિલથી દુનિયાભરમાં લૉકડાઉન છે અને આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ છે. 


ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં જીડીપી 2.1 ટકા હતો
બુધવારે જારી સરકારી આંકડા મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં જીડીપી ગ્રોથ રેટ -4.8 ટકા રહ્યો છે તે અમેરિકી અર્થતંત્ર પર કોરોના સંકટની અસર દર્શાવે છે. તેની અગાઉના એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ 2.1 ટકા જ્યારે વર્ષ 2019ના માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં 3.1 ટકા હતો. આ અગાઉ 2014ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો જીડીપી ગ્રોથ રેટ -1.1 ટકા જ્યારે 2008ની વૈશ્વિક મંદી દરમિયાન ચોથા ત્રિમાસિક ગાળામાં -8.4 ટકા રહ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post