• Home
  • News
  • US ચૂંટણી:મૂળ ભારતના 12થી વધુ ઉમેદવારો સ્ટેટ ઇલેક્શન જીત્યા, જેમાં 5 મહિલા; 4 કોંગ્રેસ માટે ફરી ચૂંટાયા
post

ડોક્ટર એમી બેરા બીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે પસંદ કરાયા છે. ફંડ ભેગું કરવા માટે તેમણે ડેમોક્રેટિક પાર્ટી માટે કેમ્પેન પણ ચલાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 10:30:17

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે સ્ટેટ લેવલની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં 12થી વધુ ભારતીયોએ જીત નોંધાવી હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર ભારતીય મૂળના અમેરિકન ફરી પસંદ થયા છે, જેમાં ડોક્ટર એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ સામેલ છે અને વધુ ત્રણ ઉમેદવારોના જીતવાની શક્યતા છે.

આ પાંચ મહિલા પણ જીતી
જેનિફર રાજકુમારઃ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બ્લી
નિમા કુલકર્ણીઃ કેન્ટુકી સ્ટેટ હાઉસ
કેશા રામઃ વર્મોન્ટ સ્ટેટ સેનેટ
વંદના સ્લેટરઃ વોશિંગ્ટન સ્ટેટ હાઉસ
પદ્મા કુપ્પાઃ મિશિગન સ્ટેટ હાઉસ

નીરજ સ્ટેટ સેનેટમાં
નીરજ અંતાણી ઓહિયો સ્ટેટ સેનેટ(ઓહિયો સેનેટના તેઓ પહેલા અમેરિકન ભારતીય છે)
જય ચૌધરીઃ નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટ(બીજી વખત)
અમિશ શાહઃ એરિઝોના સ્ટેટ સેનેટ
નિખિલ સાવલઃ પેન્સિલવેનિયા(સ્ટેટ સેનેટ)
રાજીવ પુરીઃ મિશિગન સ્ટેટ યુનિટ
જર્મી કોનેઃ ન્યૂયોર્ક સ્ટેટ સેનેટ
એશ કાલરાઃ કેલિફોર્નિયા
રવિ સેંદિલઃ ટેક્સાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોલ્સ

આ રેસમાં
ડોક્ટર હીરલ ટિપરેનર્ઈ અરિઝોનામાં આગળ ચાલી રહ્યા છે. જોકે સેનેટ સીટને ધ્યાનમાં રાખતા તેઓ થોડાક પાછળ છે. રૂપેદ મેહતા ન્યૂજર્સી સ્ટેટ યુનિટ અને નીના અહમ પેન્સિલવેનિયા ઓડિટર જનરલની દોડમાં આગળ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post