• Home
  • News
  • અમેરિકામાં ચૂંટણી:26 રિપબ્લિકન સાંસદોનું સમર્થન, બિલમાં પોસ્ટલ સેવાને રૂ.1,87,305 કરોડ આપવાની જોગવાઈ
post

મતદાન સરળ બનાવવા માટે પોસ્ટલ સેવામાં પરિવર્તનની તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:25:49

અમેરિકામાં પોસ્ટલ વોટિંગ રોકવાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ પોસ્ટલ સેવામાં પરિવર્તનનું બિલ પસાર કરી દીધું છે. બિલના સમર્થનમાં 257 અને વિરોધમાં 150 વેટ પડ્યા. રિપબ્લિકન પાર્ટીના 26 સાંસદોએ પણ બિલને ટેકો આપ્યો છે. જ્યારે 20 રિપબ્લિકન સાંસદોએ વોટિંગ કર્યું નહીં.

બિલ પર ગૃહમાં જોરદાર ચર્ચા થઈ, પરંતુ સ્પીકર નેન્સી પેલોસીએ વાંધાઓને સ્ટન્ટ જણાવીને ફગાવી દીધા હતા. પ્રતિનિધિ સભામાં બિલ પસાર થઈ ગયું, પરંતુ આ રિપબ્લિકનના બહુમતવાળા સીનેટમાં અટકી શકે છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપતિ તેના પર વીટો કરશે. આ અગાઉ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ‘પોસ્ટલ વોટિંગ ન કરાવાય. અમે વધારાનું ફંડ આપવા નથી માગતા.તેના અંગે પેલોસીએ કેપિટોલમાં કહ્યું કે, રાષ્ટ્રપતિની વાત પર ધ્યાન ન આપો. પોસ્ટલ સેવા અમેરિકન લોકોને જોડનારો દેશનો સુંદર દોરો છે.

સમ્મેલન : ટ્રમ્પ આજે જાહેર થશે રિપબ્લિકન ઉમેદવાર
રિપબ્લિકન પાર્ટીના ચાર દિવસનું નેશનલ કન્વેન્શન સોમવારે શરૂ થશે. જેમાં ટ્રમ્પને ફરીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાશે. ટ્રમ્પના પ્રચાર અધિકારીઓ અનુસાર આ દરમિયાન ઓનરિંગ ધ ગ્રેટ અમેરિકન સ્ટોરીકાર્યક્રમ યોજાશે. જેમાં સામાન્ય જનતાને પણ બોલવાની તક અપાશે. જેમાં બતાવાશે કે કેવી રીતે ટ્રમ્પે અમેરિકન લોકોનાં સ્વપ્નોને ઊર્જા આપી.

ઓડિયો : બહેન બોલ્યાં - ટ્રમ્પ જૂઠા, તેઓ વાર્તાઓ બનાવે છે
ટ્રમ્પની મોટી બહેન અને પૂર્વ જજ મેરીન ટ્રમ્પ બેરી(83)નું એક ઓડિયો રેકોર્ડિંગ બહાર આવ્યું છે. જેમાં તેઓ કહે છે કે, ‘મેં ટ્રમ્પનો એક ઈન્ટરવ્યુ સાંભળ્યો. જેમાં ટ્રમ્પે મહેણુ માર્યું કે, તેઓ વિખૂટા પ્રવાસી બાળકોનાં કેસોની સુનાવણી માટે મરીનને સરહદ પર તૈનાત કરી દેશે. આ કેવું વલણ છે. ટ્રમ્પ તૈયારી વગર જૂઠ્ઠું બોલે, વાર્તાઓ બનાવે છે.

ટ્રમ્પના પ્રચાર વીડિયોમાં મોદી અને અમદાવાદ
રિપબ્લિકન પાર્ટીએ 20 લાખ ભારતીય-અમેરિકન વોટરોને લલચાવવા પ્રથમ જાહેરાત વીડિયો બહાર પાડ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને ટ્રમ્પના અમદાવાદના સંબોધનની સંક્ષિપ્ત ક્લિપ સામેલ છે. ટ્રમ્પ વિક્ટ્રી ફાઈનાન્સ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બર્લી ગુઈલફોયલે એક ટ્વીટમાં વીડિયો જાહેરાત બહાર પાડી છે. તેમણે કહ્યું કે, અમારા અભિયાનને ભારતીય-અમેરિકનોનું મોટું સમર્થન છે. ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ તેને રીટ્વિટ કર્યું છે. ફોર મોર ઈયર્સનામથી 107 સેકન્ડનો આ વીડિયો મોદી અને ટ્રમ્પના ફૂટેજ સાથે શરૂ થાય છે. જેમાં બંને હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હાથમાં હાથ પકડીને ચાલતા દેખાય છે. હ્યુસ્ટનમાં બંને નેતાઓએ 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધન કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post