• Home
  • News
  • US ઇલેક્શન:ક્યાં સુધી મતદાન ચાલશે, શું વાસ્તવમાં વોટિંગફ્રોડ થઈ રહ્યું છે; જાણો આવા 16 સવાલના જવાબ
post

આ વર્ષે ન્યૂજર્સી મ્યુનિસિપલ ઈલેક્શન અને 2018માં નોર્થ કેરોલિના કોંગ્રેસ ઈલેક્શનમાં ઘણી ફરિયાદો જરૂર મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:14:57

અમેરિકામાં 3 નવેમ્બર(ભારતીય સમય પ્રમાણે 4 નવેમ્બર સવારે 6 વાગ્યે) રાષ્ટ્રપતિ ચૂંટણી છે. અહીં અર્લી વોટિંગ(તારીખ કરતાં પહેલાં)સિસ્ટમ પણ છે, જેનો ઉપયોગ કરીને લગભગ 50% મતદાન તો થઈ ચૂક્યું છે. બાકી ત્રણ દિવસમાં બાકીનું મતદાન પણ થઈ જશે. વોટિંગ ડેડલાઈન સમાપ્ત થતાંની સાથે ગણતરી પણ શરૂ થઈ જશે. જો બધું બરાબર રહ્યું તો 4 નવેમ્બરે સાંજ સુધી એ સ્પષ્ટ થઈ જશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહેશે કે તેમની જગ્યાએ ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડન વ્હાઈટ હાઉસ પહોંચશે. અહીં અમે તમને વર્તમાનમાં અમેરિકન ચૂંટણી સાથે જોડાયેલા મહત્ત્વના સવાલો અને તેના જવાબ આપી રહ્યા છીએ.

સવાલઃ શું હાલ પણ લોકો મતદાન માટે રજિસ્ટર કરી શકે છે? જવાબઃ આ રાજ્યની વ્યવસ્થા પર નિર્ભર કરે છે. રાજ્યોમાં અલગ વ્યવસ્થા છે. રાજ્યો અથવા ઈલેક્શન કમિશનની વેબસાઈટ પરથી માહિતી લો.

સવાલઃ શું હવે મેલ ઈન બેલેટ કાઉન્ટ થશે? જવાબઃ જો એ નક્કી કરેલા સમય(વોટિંગ ક્લોઝ ડેડલાઈન)પહેલાં પહોંચી ગયો તો એની ગણતરી જરૂર થશે, એટલે ગણવામાં આવશે.

સવાલઃ શું ઈલેક્શન ડે એટલે કે 3 નવેમ્બરે પોલિંગ સ્ટેશન પર જઈને વોટિંગ કરવું સુરક્ષિત છે? જવાબઃ મહામારીનું જોખમ તો છે. હેલ્થ ગાઈડલાઈન્સનું પાલન કરો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેઇન કરો. સેનિટાઇઝ યુઝ કરો.

સવાલઃ શું વોટિંગફ્રોડ એટલે કે મતદાનમાં ગરબડ વાસ્તવમાં થઈ શકે છે? જવાબઃ અમેરિકામાં સામાન્ય રીતે આ શક્ય નથી. અપવાદ હોઈ શકે છે. આ વર્ષે ન્યૂજર્સી મ્યુનિસિપલ ઈલેક્શન અને 2018માં નોર્થ કેરોલિના કોંગ્રેસ ઈલેક્શનમાં ઘણી ફરિયાદો જરૂર મળી હતી.

સવાલઃ પોલ વોચર્સનો શું અર્થ છે? જવાબઃ ઘણાં રાજ્ય મતદાન વખતે ઘણા લોકોને એને જોવાની મંજૂરી આપે છે. જો કોઈ મુશ્કેલી જણાય તો આ લોકો એની માહિતી સ્થાનિક તંત્રને આપે છે. તંત્ર એનો ઉકેલ લાવે છે. આ લોકોને પોલ વોચર્સ કહેવામાં આવે છે.

સવાલઃ નેકેડ બેલેટ શું હોય છે ?​​​​​​​ જવાબઃ પોસ્ટલ બેલેટ બે પરબીડિયાનું એક પેક હોય છે. પહેલા પરબીડિયા પર ઈલેક્શન ઓફિસનું સરનામું અને બીજી માહિતી હોય છે. અંદરવાળા, એટલે કે બીજા પરબીડિયામાં બેલેટ પેપર હોય છે. જો ઉપરનું પરબીડિયું ખરાબ હોય છે તો એને મિસિંગ બેલેટ ગણવામાં આવે છે, એટલે કે ગણતરી નથી થતી. એવું માનવામાં આવે છે કે વોટ સિક્રેસી સમાપ્ત થઈ ગઈ છે. આ વ્યવસ્થા અમુક જ રાજ્યોમાં છે.

સવાલઃ શું 3 નવેમ્બરે(ભારતમાં 4 નવેમ્બર) જ વિનરનું નામ કન્ફર્મ થઈ જશે ?​​​​​​​ જવાબઃ ચોક્કસપણે ન કહી શકાય. એમાં ઘણા ટેક્નિકલ કારણ પણ છે. ખાસ કરીને રાજ્યોના અલગ કાયદા અને પોસ્ટલ સાથે મેલ ઈન બેલેટની ગણતરી. પેન્સિલવેનિયા અને મિશિગનના અધિકારી કહી ચૂક્યા છે કે કાઉન્ટિંગમાં તેમને ત્રણ દિવસ લાગી શકે છે, પણ આ જરૂરી છે કે પરિણામોનો અંદાજો ઈલેક્શન ડે અથવા 3 નવેમ્બરે લગાવવામાં આવે.

સવાલઃ જો કોઈ ઉમેદવાર પરિણામ સ્વીકાર કરવાની ના પાડી દે તો ?​​​​​​​ જવાબઃ 2016માં ટ્રમ્પ જીત્યા. ત્યારે તેમણે પણ કહ્યું હતું કે મતદાનમાં ગરબડ થઈ છે. હાલ જો આવું કંઈ થશે તો મામલો ફરી મોટે પાયે સુપ્રીમ કોર્ટમાં જ જશે.

સવાલઃ સુપ્રીમ કોર્ટનો શું રોલ હોઈ શકે છે?​​​​​​​ જવાબઃ જો પરિણામો પર સવાલ ઊઠે તો સુપ્રીમ કોર્ટનો રોલ જરૂર હોઈ શકે છે. તમને યાદ હશે વિપક્ષના વિરોધ છતાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં નવા જજ એમી કોને બેરેટને અપોઈન્ટ કર્યા. તેઓ પહેલાં જ કહી ચૂક્યા છે કે કદાચ આ વખતે પરિણામોનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. એટલા માટે 9 જજોનું ફોરમ પહેલાં જ પૂરું કરી દેવાયું.

સવાલઃ ટ્રમ્પ અને બાઈડનમાં કોનું પલડું ભારે છે? જવાબઃ નેશનલ પોલ્સ પ્રમાણે, બાઈડનની જીતની સંભાવના 50% છે, જ્યારે ટ્રમ્પની 41% છે. 9% એવા મતદાતા છે, જે કંઈ કહેવા માગતા નથી.

સવાલઃ શું આ પોલ 2016ની જેમ ખોટો સાબિત થઈ શકે છે?​​​​​​​ જવાબઃ આ વખતે રાજકીય પંડિતોએ મેથડમાં ઘણા સુધારા કર્યા છે, પણ રાજકીય વિજ્ઞાનનું સૂત્ર બદલાઈ પણ શકે છે.

સવાલઃ શું રશિયાના હેકર્સ અથવા ત્યાંની સરકાર ચૂંટણીમાં દખલગીરી કરી શકે છે? જવાબઃ લાગે છે કે તેઓ આનો પ્રયાસ તો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિને બાદ કરી દઈએ તો તેમના અધિકારીઓ તો આની શક્યતા જણાવી રહ્યા છે. ઘણા પુરાવા પણ આ તરફ ઈશારો કરી રહ્યા છે, પણ કાવતરું સફળ થશે? તેમાં શંકા છે.

સવાલઃ શું બાઈડને એવું કહ્યું છે કે તે જો જીતશે તો માત્ર એક કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ રહેશે?​​​​​​​ જવાબઃ ના, પણ જો તેઓ જીતશે તો શપથ લેતી વખતે 78 વર્ષના થઈ ચૂક્યા હશે. તેમણે એવું જરૂર કહ્યું હતું કે તેઓ પાર્ટી અને આવનારી પેઢી માટે સેતુ એટલે કે પુલનું કામ કરશે.

સવાલઃ શું પરિણામમાં કંઈ ગરબડ થઈ શકે છે? એટલે કે સ્પષ્ટ ન થાય કે કોણ જીત્યું?​​​​​​​ સવાલઃ આવું પણ શક્ય છે. તમે કહી શકો છો કે એની પણ શક્યતા છે.

સવાલઃ અને છેલ્લો સવાલ? છેલ્લે આપણે ક્યારે જાણી શકીશું કે કોણ જીત્યું?​​​​​​​ જવાબઃ હાલ તો એ નક્કી નથી. એટલા માટે ધૈર્ય રાખો.