• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી:2016માં મતદાન ન કરનાર લોકો આ વખતે બાઈડનની સાથે, ચાર મુખ્ય સ્ટેટમાં લીડ અપાવી
post

પ્રથમવાર આગળ હતા ત્યાજ પાછળ રહ્યા ટ્રમ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 10:33:31

અમેરિકાના સૌથી મહત્વના 4 પ્રેસિડેશિયલ સ્વિંગ સ્ટેટમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નિકળી ગયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજના સર્વેમાં એ વાત બહાર આવી છે કે બાઈડને એ મતદારોની તાકાત મળી છે, જેઓએ 2016માં ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું. હવે તેઓ મોટી સંખ્યામાં ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં મતદાન કરી રહ્યા છે.

આ જ કારણ છે કે જો બાઈડનને પેન્સિલવેનિયા, ફ્લોરિડા, એરિઝોના અને વિસ્કોન્સિનમાં લીડ મળી છે. ઈલેક્ટોરલ વોટની બાબતમાં પણ બાઈડન 2008ની સરખામણીમાં ઘણા મજબૂત છે. ત્યારે વૈશ્વિક મંદીના કારણે તેમની પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામા 365 વોટ મેળવીને વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ ટ્રમ્પથી 3 પોઈન્ટ આગળ છે.

એરિઝોના અને પેન્સિલવેનિયામાં તેમની પાસે 6 પોઈન્ટની લીડ છે. તેમાથી કોઈપણ રાજ્યમાં ટ્રમ્પને 44%થી વધારે સમર્થન મળ્યું નથી. યુનાઈટે સ્ટેટ્સ ઈલેક્શન પ્રોજેક્ટ મુજબ ચારમાંથી ત્રણ રાજ્યોના 9 કરોડથી વધારે મતદાર મતદાન કરી ચૂક્યા છે. પેન્સિલવેનિયા સિવાય સર્વેમા સામેલ ત્રણ રાજ્યોના મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ મતદાન કરી ચૂક્યા છે.

પ્રથમવાર આગળ હતા ત્યાજ પાછળ રહ્યા ટ્રમ્પ

આ રાજ્યોમાં 2016ની ચૂંટણીમાં પોતાની હરિફ હિલેરી ક્લિન્ટનથી આગળ રહેનાર ટ્રમ્પ આ વખતે પાછળ ચાલી રહ્યા છે. 3 નવેમ્બરે યોજાનાર ચૂંટણી પહેલા આ સ્થિતિ ટ્રમ્પ માટે ગંભીર મુદ્દો છે. પબ્લિક પોલમાં તેઓ મિશિગનમાં પણ પાછળ ચાલી રહ્યા છે. આ રાજ્યમાં પણ તેઓએ ગત ચૂંટણીમાં જીત મેળવી હતી. જોકે ટ્રમ્પ સતત ચૂંટણી પ્રક્રિયા પર શંકા કરી રહ્યા છે. શનિવારે પેન્સિલવેનિયામાં પોતાના સમર્થકોને કહ્યું કે મતદાન પછી ગણતરીમાં બહુ ખરાબ વસ્તુઓ થઈ રહી છે.

47 વર્ષની મેસિલા ડિબલ કહે છે કે 2016માં તેઓએ મતદાન કર્યું ન હતું. કારણ કે તેમને લાગતુ હતું કે હિલેરી ક્લિન્ટન દેશ માટે યોગ્ય રાષ્ટ્રપતિ ન હોય શકે. તેનું પરિણામ એ આવ્યું કે તેઓને ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિ મળ્યા. આથી તેઓએ આ વખતે બાઈડનને મત આપવાનો નિર્ણય કર્યો છે.