• Home
  • News
  • વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- ચીન સેના ભારતીય સીમા પર પ્રેશર વધારે છે, અમારી નમ્રતનો ગેરફાયદો ઉઠાવ્યો
post

પોમ્પિયોએ ડેમોક્રેસી સમિટ 2020માં યુરોપ અને ચીનના પડકાર વિશે પોતાની વાત રજૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 12:40:10

ન્યૂયોર્ક: અમેરિકાએ ચીન પર ફરી નિશાન સાધ્યુ છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ માત્ર પડોશમાં જ ખરાબ વલણ અપનાવ્યું છે એવું નથી, પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ ખોટા ઈરાદાથી સાઈબર કેમ્પેઈનિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે, ચીન દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશ સાથે સીમા પર તણાવ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. દક્ષિણ ચીન સાગરમાં પણ તેઓ ખોટી રીતે તેમનો વિસ્તાર વધારી રહ્યા છે.


પોમ્પિયોએ કહ્યું, ચીન કોરોના વાઈરસ વિશે ખોટું બોલ્યો અને પછી તેને દુનિયાના બાકીના હિસ્સામાં પણ ફેલાવી દીધો. તેમણે પોતાના કાવતરાને છુપાવા માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ઉપર પણ દબાણ કર્યું છે. ચીન અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેઈન દ્વારા ખોટો પ્રચાર કરી રહ્યા છે, જેથી અહીંની સરકારોને નબળી બનાવી શકાય જ્યારે વિકાસશીલ દેશોને પોતાના દેવા અને નિર્ભરતાના દબાણમાં દબાવી દેવાય છે. 

ચીને અમારી નમ્રતાનો ફાયદો ઉઠાવ્યો
પોમ્પિયોએ શુક્રવારે કોપનહેગન ડેમોક્રેસી સમિટ 2020માં યુરોપ અને ચીનના પડકાર વિષય પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોને વર્ષો સુધી આશા રહી કે તેઓ ચીનની કોમ્યુનિસ્ટ વિચારધારમાં પરિવર્તન લાવી શકે અને ત્યાંના લોકોના જીવનમાં સુધારો આવી શકે, પરંતુ ચીનની સરકાર હંમેશા અમારી નમ્રતનાનો ગેરફાયદો ઉઠાવતી રહી.

શહીદ ભારતીયો સૈનિકો માટે શોક વ્યક્ત કર્યો
પોમ્પિયોએ એક દિવસ પહેલાં જ ટ્વિટ કરીને ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું, અમે ચીન સાથે હમણાં જ થયેલા વિવાદમાં ભારતીય સૈનિકોની શહીદી પર સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તે સૈનિકોને હંમેશા યાદ રાખીશું, જેમના પરિવારજનો, અંગત સંબંધીઓ અને પ્રિયજનો શોકમાં છે.

નેપાળ-ચીન વચ્ચે થઈ વર્ચ્યુઅલ મીટિંગ
નેવપાળ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. તેમાં હાલની રાજકીય સ્થિતિ અને કોરોના વાઈરસની મહામારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ અને ઉપ-વડાપ્રધાન ર્ઈશારે પોખરેલ અન્ય સીનિયર નેતાઓ સાથે સામેલ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post