• Home
  • News
  • અમેરિકાના વિકાસદરનું અનુમાન ઘટાડી 2.9% કર્યું, મંદીથી બચવું મુશ્કેલ : IMFની ચેતવણી
post

IMFના ડેપ્યુટી ડાયરેક્ટર નિગેલ ચાકે કહ્યું કે જો આ આંચકાથી અમેરિકામાં મંદી આવી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 17:26:05

ન્યૂયોર્ક: વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મોંઘવારી દર ચાર દાયકાની ટોચે પહોંચતા યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામ્યું છે. વ્યાજદરમાં વધારો કરવાની સાથે આગામી સમયમાં મોંઘવારીને કાબૂમાં લેવા માટે વધુ કડક નિર્ણયોની તૈયારી અમેરિકાની સેન્ટ્રલ બેંકે દર્શાવી છે. વ્યાજદરમાં વધારાને દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ શકવાની આશંકા સાથે જ યુએસ ફેડ આગળ વધી રહી છે અને આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પણ આ અંગે ચેતવણી આપી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ અમેરિકામાં આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. ફંડે કહ્યું કે ફેડરલ રિઝર્વ તરફથી આક્રમક વ્યાજ દર વધારાએ માંગને ધીમી કરી છે. 

 

ઈન્ટરનેશન મોનિટરી ફંડ રજૂ કરેલ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા હોવાનો દાવો કર્યો છે અને આ પ્રયાસો નબળા પડી રહ્યા છે. અમેરિકાની આર્થિક નીતિઓના વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટમાં IMFએ કહ્યું કે 2022માં યુએસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(‌GDP) 2.9 ટકા વધવાની અપેક્ષા છે. આ અગાઉ એપ્રિલમાં ફંડે 3.7 ટકાના વિકાસદરનો અનુમાન મુક્યો હતો.

આ સિવાય IMF2023 માટે પણ અમેરિકાના વૃદ્ધિ દર માટેનું અનુમાન 2.3 ટકાથી ઘટાડીને 1.7 ટકા કર્યું છે. વિકાસ દર હવે 2024માં ઘટીને 0.8 ટકા થવાની ધારણા છે.

ગયા ઓક્ટોબરમાં IMFએ આ વર્ષે અમેરિકામાં GDP ગ્રોથ રેટ 5.2 ટકા રહેવાની આગાહી કરી હતી પરંતુ ત્યારથી નવા કોવિડ-19 વેરિઅન્ટ્સ અને ડિમાન્ડ ચેઇનમાં વિક્ષેપને કારણે રિકવરી ધીમી રહી છે. બીજી તરફ યુક્રેનમાં રશિયાના યુદ્ધને કારણે ઇંધણ અને ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારાથી મોંઘાવરીને વધુ વેગ મળ્યો છે અને તે હવે 44 વર્ષની ટોચે પહોંચી છે.

IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ શુક્રવારે કહ્યું કે અમે જાણીએ છીએ કે અમેરિકામાં મંદીનો માર્ગ વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. અર્થવ્યવસ્થા કોરોના મહામારીમાંથી ઝડપથી રિકવર થઈ રહી હતી પરંતુ સામાન્ય વધતી મોંઘાવરીને યુક્રેન પર રશિયાના આક્રમણ અને ચીનમાં લોકડાઉન અર્થતંત્ર પર અસર કરી રહ્યું છે. આગામી સમયમાં વધુ નકારાત્મક આફ્ટરશોક્સ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવશે તેમ કિસ્ટાલિનાએ ઉમેર્યું હતુ.

IMFના ડેપ્યુટી ડાયરેક્ટર નિગેલ ચાકે કહ્યું કે જો આ આંચકાથી અમેરિકામાં મંદી આવી શકે છે પરંતુ બેરોજગારીમાં થોડો વધારો થવાથી આ મંદી થોડા સમય માટે હળવી રહેશે. આ મંદી 2001ની અમેરિકાની મંદી જેવી જ હશે. બીજી બાજુ મજબૂત અમેરિકન બચત ગ્રાહક માંગને ટેકો આપશે.

adv

Related News

post
post
post
post
post
post
post