• Home
  • News
  • અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું- છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી 5 સંકટ આવ્યા, આ પ્રથા બંધ થવી જોઈએ
post

અમેરિકાનું કહેવું છે કે કોરોનાવાઈરસ ચીનના વુહાન શહેરમાંથી વિશ્વમાં ફેલાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 11:57:55

વોશિંગ્ટન: કોરોનાવાઈરસના મુદ્દા પર અમેરિકા સતત ચીન પર હુમલો કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) રોબર્ટ ઓબ્રાયને કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી 5 સંકટ આવી ચૂક્યા છે. આ સિલસિલો બંધ થવો જોઈએ. ઓબ્રાયને કહ્યું- સાર્સ, અવિયન ફ્લૂ, સ્વાઈન ફ્લૂ અને કોરોનાવાઈરસ ચીનમાંથી આવ્યો છે. જોકે તેમણે પાંચમાં સંકટનું નામ જણાવ્યું નથી. 

સમગ્ર વિશ્વ ચીન પાસે જવાબ માંગશેઃ ઓબ્રાયન

અમેરિકાના NSAએ કહ્યું કે અમને ખ્યાલ છે કે કોરોનાવાઈરસ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે, આ અંગેના કેટલાક સબુત પણ છે. પછી ભલે વાઈરસ લેબમાંથી નીકળ્યો હોય કે પછી મીટ માર્કેટમાંથી, પરંતુ વારંવાર ચીનનું નામ આવવું તે સારી વાત નથી. હવે સમગ્ર વિશ્વ ચીનની સરકારને કહેશે કે વારંવાર આવા સંકટનો સામનો કરી શકીશું નહિ.

અમે મદદ માટેનો પ્રસ્તાવ મૂક્યો, ચીને ઈન્કાર કર્યો

ઓબ્રાયને કહ્યું કે ચીન ઈચ્છત તો કોરોનાવાઈરસને રોકી શક્યું હોત. અમે હેલ્થ પ્રોફેશનલ મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ તેમણે ઈન્કાર કર્યો. પત્રકારોએ ઓબ્રાયનને પૂછ્યું કે હજી પણ કોરોનાવાઈરસના ઉત્પતિના પુરાવા શોધી રહ્યાં છો ? તેમણે જવાબ આપ્યો- આ અંગે હું કોઈ નિશ્ચિત સમય ન જણાવી શકું, પરંતુ અમે સતત સમીક્ષા કરી રહ્યાં છે. આ એક ગંભીર મુદ્દો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post