• Home
  • News
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે કોવિડ-19ના રિસર્ચના પૈસા અટકાવ્યા, તેના ઈલાજથી જ સાજા થયા
post

અનેક દાયકા પહેલા ગર્ભપાતમાંથી મળેલા ભ્રૂણની માનવ પેશીથી એન્ટીબોડી બનાવાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 10:48:20

અમેરિકાની સરકારે 2019માં ગર્ભપાતમાંથી નીકળેલા ભ્રૂણની કોશિકાઓ સાથે સંબંધિત નવા વૈજ્ઞાનિક રિસર્ચના પ્રોજેક્ટને સરકારી મદદ બંધ કરી દીધી હતી. અધિકારીઓની દલીલ હતી કે નૈતિકતા સાથે જોડાયેલા સવાલોને કારણે રિસર્ચની વૈકલ્પિક રીત શોધવી જોઈએ. છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોવિડ-19ના ઇલાજમાં આ રિસર્ચથી બનેલી દવા- મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરાયો છે. અનેક દાયકા પહેલા ગર્ભપાતમાંથી મળેલા ભ્રૂણની માનવ પેશીથી એન્ટીબોડી બનાવાઈ છે.

બીજી અન્ય દવાઓમાં પણ આ રિસર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિને ગયા સપ્તાહે અપાયેલી એન્ટી વાઈરલ દવા રેમડિસિવિર આ કોશિકાઓથી જ બનેલી છે. કોરોનાવાઈરસની વેક્સિન બનાવી રહેલી બે કંપનીઓ - મોડર્ના અને એસ્ટ્રાજેનેકા આ કોશિકાઓ પર જ આધાર રાખે છે. જોનસન એન્ડ જોનસન ભ્રૂણના કોષોમાંથી વેક્સિન બનાવે છે. આ ત્રણ વેક્સિન નિર્માતાઓને અમેરિકાની સરકાર મદદ આપી રહી છે. રિજેનેરોન એન્ટીબોડી દવા પણ ગર્ભપાતના ભ્રૂણમાંથી બનાવાયેલી છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના આવા ઈલાજમાં વિરોધાભાસ નથી. ભ્રૂણની પેશીની રિસર્ચ પર સરકારની નીતિ જુન,2019થી અગાઉની કોશિકાઓ પર લાગુ નથી. અધિકારીએ કહ્યું કે, આથી આ અગાઉ બનેલી દવા તેના દાયરામાં આવતી નથી.

કેટલાક વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ પર દવાના ઉપયોગ બાબતે બેવડા માપદંડ જુએ છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી, સેન ડિએગોમાં ન્યૂરોસાયન્ટિસ્ટ લોરેન્સ ગોલ્ટસ્ટીને કહ્યું કે, ટ્રમ્પ પાખંડ કરવામાં ક્યારેય પાછળ રહ્યા નથી. ગોલ્ડસ્ટીન પોતાના રિસર્ચમાં ભ્રૂણની પેશીઓનો ઉપયોગ કરી ચુકી છે. ઈન્ટરનેશનલ સ્ટેમ સેલ સોસાયટીના પૂર્વ પ્રમુખ ડો. દીપક શ્રીવાસ્તવે કહ્યું કે, જો તેઓ આ રિસર્ચનો વિરોધ કરે છે તો તેમણે એવી દવાનો ઉપયોગ ના કરવો જોઈએ, જેને બનાવવામાંતેનો ઉપયોગ થયો છે. વર્ષોથી ગર્ભપાતના ભ્રૂણની પેશીઓનો ઉપયોગ ઈબોલા, કેન્સર જેવી બીમારીઓના ઈલાજના વૈજ્ઞાનિર રિસર્ચમાં થતો રહ્યો છે. ભ્રૂણની પેશીઓનો ઈમ્યુન સિસ્ટમના અભ્યાસમાં મહત્ત્વ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post