• Home
  • News
  • હું રાષ્ટ્રપતિ બનીશ તો ભારતને પ્રાથમિકતા આપીશ, ભારતીયો માટે અમેરિકાના દરવાજા ખુલ્લાં, H-1B અંગે નીતિ નિશ્ચિત કરીશ
post

ડેમોક્રેટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડનનું પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કર્યું, નવેમ્બરમાં યોજાશે ચૂંટણી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 09:30:59

વોશિંગ્ટન: નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડેમોક્રેટ પાર્ટીએ પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કરી દીધું છે. જો બાઈડન તેના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. પોલિસી સ્ટેટમેન્ટનો સીધો અર્થ સત્તામાં આવ્યા પછી અપનાવવાની સંભવિત નીતિઓ હોય છે. ડેમોક્રેટ પાર્ટીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, ભારત સાથે સારા સંબંધ માટે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દક્ષિણ એશિયામાં સરહદ પારથી થતી આતંકી હરકતોને ચલાવી લેવાશે નહીં.

નામ લીધા વગર પાકિસ્તાનને ચેતવણી
આ સ્ટેટમેન્ટમાં દક્ષિણ એશિયાનો ઉલ્લેખ છે જેમાં ભારત અને પાકિસ્તાન બન્ને આવે છે. અમેરિકાએ બરાક ઓબામાના વખતમાં જ પાકિસ્તાન માટે કડક વલણ અપનાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેને આગળ વધાર્યું. હવે ડેમોક્રેટ પાર્ટીએ બાઈડનની નીતિઓની તસવીર પણ સ્પષ્ટ કરી દીધી છે. પાકિસ્તાન તરફ ઈશારો કરતા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, સરહદ પાર આતંકવાદને ચલાવી લેવાશે નહીં. ભારતે ઘણી વખત દુનિયા સામે પુરાવા રજુ કરીને જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપે છે, તેની મદદ કરે છે.

ચીન પર પણ લગામ લગાવાશે
આ દસ્તાવેજમાં ચીનનું નામ લેવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હિંદ મહાસાગરની નીતિ એકદમ સ્પષ્ટ રહેશે. નિયમ-કાયદાનું પાલન કરવું પડશે. ચીન તેના પાડોશીઓને ધમકાવી નહીં શકે. ભારત અને અમેરિકા મળીને દુનિયાના મોટા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

ભારતીય અમેરિકન્સ કોમ્યુનિટીનું પોતાનું મહત્વ છે, આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. બંને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.

H-1B વિઝા રિફોર્મ હશે
ભારત અને અમેરિકન સરકાર વચ્ચે ઘણી વખત H-1B વિઝા અંગે મતભેદ થતા રહે છે. પહેલી વખત કોઈ પાર્ટીએ આ અંગેનું વલણ અને નીતિની ઝલક દેખાડી છે. પોલિસી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાઈ સ્કિલ વાળા H-1B વિઝા હોલ્ડરની નોકરીઓ અને તેમની સંખ્યાનું ધ્યાન રાખવામાં આવશે. તેમના પરિવારોને સાથે રાખવા અંગે નીતિ બનાવાશે. હેટ ક્રાઈમ્સના કેસ સામે પહોંચી વળવા માટે એક અલગ વિંગ બનાવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post