• Home
  • News
  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું બેલેન્સ બગડ્યું:બાઇડન વિમાનનાં પગથિયાં ચઢતાં-ચઢતાં એક બે નહીં, ત્રણ-ત્રણ વખત લપસ્યા
post

વ્હાઇટ હાઉસે આ ઘટના વિશે કહ્યું, આ માત્ર ખોટી રીતે પગ મુકાઈ જવાને કારણે થયું છે; બીજું કશું જ નથી. એ વખતે હવા પણ ખૂબ વધારે હતી, કદાચ એને કારણે જ બાઇડને સંતુલન ગુમાવ્યું હશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-20 15:54:13

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાના વિમાન એરફોર્સ વનનાં પગથિયાં ચઢતી વખતે એક-બે નહીં, પણ ત્રણ-ત્રણ વખત પડતાં-પડતાં બચ્યા, જોકે સારી વાત એ છે કે તેમને આ ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા નથી પહોંચી. આ વીડિયો ગત શુક્રવારનો છે, જેમાં બાઇડન પગથિયાં ચઢતાં-ચઢતાં પહેલા તો 2 વખત લથડ્યા અને પછી ત્રીજી વખત ઘૂંટણના જોરે પડ્યા. ત્યાર બાદ તેઓ હાથના જોરે ઊભા થયા અને પછી રેલિંગ પકડીને જ વિમાનમાં અંદર સુધી ગયા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, બાઇડન જ્યારે એટલાન્ટાની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એટલાન્ટામાં તેમણે એશિયન-અમેરિકન સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી. આ ઘટના બન્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી ગઈ છે. 78 વર્ષના બાઇડન અમેરિકન ઇતિહાસના વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ છે.

રાષ્ટ્રપતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ: વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી કેરિન જીન-પિયરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડન સંપૂર્ણ સ્વસ્થ છે. આવું માત્ર ખોટી રીતે પગ મુકાઈ જવાને કારણે થયું છે; બીજું કશું જ નથી. એ વખતે હવા પણ ખૂબ વધારે હતી, કદાચ એને કારણે જ બાઇડને સંતુલન ગુમાવ્યું હશે.

જો બાઇડનને ડાયાબિટીસ કે બ્લડપ્રેશર કશું જ નથી
બાઇડનના પર્સનલ ફિઝિશિયન રહી ચૂકેલા ડૉ.કેવિન કો'કૉનરે ડિસેમ્બર 2019ના રોજ તેમનો હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો હતો. એના પ્રમાણે, બાઇડન આલ્કોહોલનું સેવન પણ નથી કરતા કે તમાકુ કે એની સાથે જોડાયેલી અન્ય પ્રોડક્ટ પણ નથી લેતા. તેમને ડાયાબિટીસ કે બ્લડપ્રેશર કશું જ નથી. સખત દૈનિક વર્કઆઉટને કારણે તેમણે પોતાનું વજન પણ 80 કિલો સુધી મેન્ટેન રાખ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post