• Home
  • News
  • અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઃ જાણો કઈ રીતે અમેરિકન દેશી નક્કી કરશે, અબકી બાર કિસકી સરકાર?
post

YouGov અને કેમ્બ્રિજ એન્ડાઉમેન્ટ સર્વે મુજબ 72% ભારતીય અમેરિકી બાઈડેનને વોટ આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 09:47:41

આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકન દેસી એટલે કે ભારતીય અમેરિકનો સામાન્યથી વધુ રસ દાખવી રહ્યાં છે. એક ભારતીય મૂળની કમલા હેરિસને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડને રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે. તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મિત્રતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ વાત માત્ર આટલી જ નથી.

ચાર વર્ષ પહેલાં 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પનું ફુટેજ સામે આવ્યું હતું, જેમાં તેઓ તેવું કહેતા સંભળાયા હતા કે અબકી બાર ટ્રમ્પ સરકાર. ચોક્કસ છે કે, તેઓ સીધેસીધું ભારતીય અમેરિકનો પર નિશાન સાધી રહ્યાં હતા. ક્યાંકને ક્યાંક, ભારતીય-અમેરિકી તેમની જીતમાં નિર્ણાયક રહ્યાં પણ ખરા. ત્યારે તો ટ્રમ્પના 'ફોર મોર યર્સ' કેમ્પેનમાં મોદીની હ્યુસ્ટન રેલીના ફુટેજ જોડવામાં આવ્યા છે. ભારત માટે તો ટ્રમ્પ પહેલાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પાર્ટી ડેમોક્રેટિક પણ નજીકની રહી છે. ત્યારે તો બાઈડેને ન તો માત્ર ભારતીય મૂળની કમલા હેરિસને રનિંગ મેટ બનાવ્યા છે, પરંતુ ભારતીય અમેરિકનો માટે અલગથી ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડ્યો છે.

શું મહત્વ રાખે છે અમેરિકાની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન?

·         એટલું જાણી લો કે નંબરો સાથે તેનો કોઈ જ સંબંધ નથી. કાર્નેગી એનડાઉમેન્ટ રિપોર્ટ મુજબ, અમેરિકામાં 19 લાખ ભારતીય મૂળના વોટર છે. એટલે કે કુલ વોટર્સના 0.82% જેટલો ભાગ. તમે કહેશો કે આ કઈ રીતે રિઝલ્ટ પ્રભાવિત કરી શકે છે? જવાબ માટે તમારે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા સમજવી જરૂરી છે. અહીં સૌથી વધુ વોટ મેળવનાર કેન્ડિડેટ નથી જીતતો, પરંતુ તે રાષ્ટ્રપતિ બને છે જેની પાસે ઈલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછો 270 ઈલેક્ટરનો સાથ હોય છે.

·         અમેરિકાની ચૂંટણીમાં દેસી અમેરિકનની બીજી મહત્વની વાત છે- તેમની કમાણી. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (AAPI) મુજબ 2018માં ભારતીય અમેરિકી વોટર્સની વાર્ષિક આવક 1.39 લાખ ડોલર હતી. ગોરા, હિસ્પૈનિક અને અશ્વેત વોટર્સની સરેરાશ વાર્ષિક આવક 80 હજાર ડોલરથી પણ ઓછી હતી. સ્પષ્ટ છે કે ભારતીય સમુદાય અમેરિકાના પ્રભાવશાળી વર્ગમાં આવે છે. લોસ એન્જેલિસ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 2020 પ્રેસિડેન્શિયલ કેમ્પેન માટે ભારતીય-અમેરિકીઓએ બંને મુખ્ય પાર્ટીઓને 3 મિલિયન ડોલરથી વધુનું ડોનેશન આપ્યું છે. જે હોલીવુડમાંથી મળેલા ડોનેશનથી પણ વધુ છે.

તો શું માત્ર કમાણીના કારણે દેસી અમેરિકીઓનું મહત્વ છે?

·         ના, એવું જરાય નથી. અમેરિકામાં બેલેટ ગ્રાઉન્ડ સ્ટેટસ કે સ્વિંગ સ્ટેટસ જ મોટા પાયે ટ્રમ્પ અને બાઈડેનની હાર-જીત નક્કી કરશે. 2016માં પણ આ સ્ટેટસે જ પરિણામો નક્કી કર્યા હતા. વિનર-ટેક્સ-ઓલ સિસ્ટમના કારણે આ સ્ટેટ્સમાં જો કોઈ પાર્ટીને એક વોટ પણ વધુ મળ્યો હશે તો ત્યાંના તમામ ઈલેક્ટર તે પાર્ટીના હશે.

·         2016ની ચૂંટણીમાં રિપબ્લિકન કેન્ડિડેટ ટ્રમ્પની જીત અને ડેમોક્રેટ હિલેરી ક્લિન્ટનની હાર નક્કી થઈ હતી માત્ર 77,744 વોટથી. આ રીતે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિની ચૂંટણીમાં કેટલાંક પસંદગીના રાજ્યોના થોડા હજાર વોટર નિર્ણાયક બની ગયા. ટ્રમ્પે 3 સ્ટેટ્સ- મિશિગન (10,704 વોટથી), વિસકોન્સિન (22,748 વોટથી) અને પેનસિલ્વેનિયા (44, 202 વોટથી)માં જીત મેળવી હતી અને તેઓને તેના બદલામાં 46 ઈલેક્ટર વોટ્સ મળ્યા હતા. જો આ ક્લિન્ટનને મળ્યા હોત તો તેમની પાસે 538 ઈલેક્ટોરલ કોલેજ વોટ્સમાંથી 274 વોટ્સ હોત અને તેઓ પ્રેસિડન્ટ બની હોત.

બેટલગ્રાઉન્ડ કે સ્વિંગ સ્ટેટ્સમાં ભારતીય અમેરિકનોની શું ભૂમિકા છે?

·         અમેરિકામાં કેટલાંક સ્ટેટ્સ રિપબ્લિકનના પ્રભુત્વવાળા છે અને કેટલાંક સ્ટેટ્સ ડેમોક્રેટ્સના. કેટલાંક રાજ્યો એવા છે, જેઓ જે બાજુ ઊભા રહે છે તે બાજુનું પલડું ભારે કરી દે છે. આ સ્ટેટ્સને બેટલગ્રાઉન્ડ કે સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે. ઘણી હદે આ સ્ટેટ્સ પર જ કોઈ કેન્ડિડેટની હાર-જીત નક્કી થાય છે. તેમાં હાર-જીતનું અંતર પણ ઘણું જ ઓછું હોય છે.

·         6 સ્ટેટ્સ એવા છે જ્યાં બરાક ઓબામા 2012માં જીત્યા, પરંતુ 2016માં ટ્રમ્પને તેમનો સાથ મળ્યો. આ 6 સ્ટેટ્સમાં ફ્લોરિડા (ઈલેક્ટોરલ વોટ્સ 29), પેનસિલ્વેનિયા (20), ઓહિયો (18), મિશિગન (16), વિસકોન્સિન (10) અને આઇઓવા (6) સામે છે. જેમાં ફ્લોરિડા, પેનસિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં ભારતીય અમેરિકી વોટર્સની સંખ્યા ઘણી જ અસરકારક છે.

·         YouGov અને કેમ્બ્રિજ એન્ડાઉમેન્ટ સર્વે મુજબ 72% ભારતીય અમેરિકી બાઈડેનને વોટ આપશે, જ્યારે 22% ડોનાલ્ડ ટ્રમ્પને. જો આપણે એવું માનીએ કે તમામ ફેક્ટર 2016 જેવા જ રહેશે તો ભારતીય અમેરિકનોના 72% બાઈડેનને પ્રેસિડન્ટ બનાવવામાં મદદગાર સાબિત થશે. મિશિગનમાં બાઈડેનને 90 હજાર, વિસકોન્સિનમાં 26,640 વોટ્સ અને પેનસિલ્વેનિયામાં 1,12,320 વોટ્સ ભારતીયોના મળશે. એટલે કે ડેમોક્રેટ્સ તેના જોરે 2016ની હારને 2020માં જીતમાં પરિવર્તિત કરી શકે છે.