• Home
  • News
  • અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું- પાકિસ્તાન હાલ પણ આતંકીઓ માટે સુરક્ષિત ઠેકાણું, અહીં સરકાર આતંકી ગ્રુપોને છાવરે છે
post

અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને આતંકવાદ પર એક રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:04:52

વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આજે પણ આતંકીઓ માટેની સુરક્ષિત જગ્યા છે. બુધવારે આ રિપોર્ટ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તે મુજબ અફઘાનિસ્તાનમાં હુમલા માટે કારણભૂત તાલિબાનોને પાકિસ્તાનનું સમર્થન ચાલુ છે. અહીં હક્કાની નેટવર્ક, લશ્કર-એ-તૈયબા અને જેૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનનો ખુલ્લેઆમ કામ કરી રહ્યાં છે.

અફઘાનિસ્તાન અને ભારતને ખતરો
કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરિરિઝમ 2019માં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે પાકિસ્તાને આતંકી સંગઠનોને મળનારુ ફન્ડિંગ અને તેને નિયંત્રણને લેવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. ફેબ્રુઆરીમાં આતંકી ગ્રુપે ભારતના પુલવામામાં મોટો હુમલો કર્યો હતો. પાકિસ્તાન અત્યાર સુધીમાં આ આતંકીઓ વિરુદ્ધ સખ્તાઈ દાખવવામાં નિષ્ફળ રહ્યું છે. જે ભારત અને અફઘાનિસ્તાન માટે ખતરાજનક છે.

એક્શન પ્લાન પર કામ કરી રહ્યું પાકિસ્તાન
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 2015માં પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સંગઠનને ખત્મ કરવામાં આવશે. જોકે આ પ્રમાણેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિજ સઈદ પર માત્ર દેખાડો કરવા માટે કાર્યવાહી થઈ. જોકે જૈશના મસૂદ અઝહર અને સાજિદ મીર હાલ પણ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. 

મદરેસાનું રજિસ્ટ્રેશન જ નહિ
પાકિસ્તાનમાં મદરેસાઓને કટ્ટરતાનો ગઢ માનવામાં આવે છે. રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ છે. તે મુજબ 2015ના એક્શન પ્લાનમાં કહેવામાં આવ્યું હતું કે મદરેસાઓ પર સરકાર નજર રાખશે. તેના માટે નિયમો બનાવવામાં આવશે. જોકે વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં ઘણી મદરેસાઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. મદરેસા એ પણ કહેતી નથી કે તેમને ફન્ડિંગ ક્યાંથી મળે છે. અહીં જે વિદેશીઓ આવે છે, તેમના વિઝાની ચકાસણી કે અન્ય તપાસ પણ કરવામાં આવતી નથી.  

 

adv

Related News

post
post
post
post
post
post
post