• Home
  • News
  • USની યુનિવર્સિટીમાં ગોળીબાર, 2નાં મોત:19 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબાર કર્યો; બે લોકો કસ્ટડીમાં
post

ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, આ વર્ષે યુએસમાં 200થી વધુ સામૂહિક ગોળીબાર થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-07 19:11:02

વર્જિનિયા: USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. એમાંથી એકની ઉંમર 19 વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના વર્જિનિયાના રિચમંડ વિસ્તારમાં આવેલા મનરો પાર્કમાં સાંજે લગભગ 5.15 વાગ્યે બની હતી.

શૂટિંગના થોડા સમય પહેલાં પાર્કમાં આવેલા અલ્ટ્રિયા થિયેટરમાં હાઇસ્કૂલનો ગ્રેજ્યુએશન સમારંભ શરૂ થયો હતો. આ પાર્ક વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના કેમ્પસમાં છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા, જેમાં 18 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

અન્ય બે શાળાના ગ્રેજ્યુએશન સમારંભ રદ કરાયા
રિચમન્ડ પબ્લિક સ્કૂલના અધિકારી મેથ્યુ સ્ટેનલીએ જણાવ્યું હતું કે સાંજે વધુ બે સ્કૂલે ગ્રેજ્યુએશન સમારંભ નક્કી કર્યો હતો, પરંતુ એ રદ કરાયો હતો. વાસ્તવમાં ત્રણ શાળામાં મંગળવારે અલ્ટ્રિયા થિયેટરમાં ગ્રેજ્યુએશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીએ સાંજે 5:15 વાગ્યે મોનરો પાર્કમાં બનેલી ઘટનાની માહિતી આપતાં એલર્ટ મોકલ્યું હતું. લગભગ એક કલાક પછી એલર્ટ આવ્યું કે હવે કોઈ જોખમ નથી. રિચમન્ડના મેયર લેવર એમ. સ્ટોનીએ જણાવ્યું હતું કે પોલીસ મનરો પાર્કમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

4 મહિનામાં 200 સામૂહિક ગોળીબારની ઘટના
ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, આ વર્ષે યુએસમાં 200થી વધુ સામૂહિક ગોળીબાર થયા છે. 2006થી અમેરિકામાં સામૂહિક હત્યાના 556થી વધુ કેસ નોંધાયા છે. એમાંથી લગભગ 2,892 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા બે દાયકામાં સરેરાશ દર સાડાત્રણ અઠવાડિયે એક એવો કિસ્સો પ્રકાશમાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post