• Home
  • News
  • USA: એટલાન્ટાના 3 સ્પામાં ફાયરિંગની ઘટના, 4 એશિયન મૂળની મહિલા સહિત 8 લોકોના મોત
post

અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. જે બે સ્પામાં શુટિંગ થયું તે રસ્તા પર આમને સામને છે જ્યારે ત્રીજુ સ્પા ચેરોકી કાઉન્ટીમાં છે. પ્રશાસન એ વાતની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યું છે કે ત્રણેય ઘટનાઓ શું એકબીજા સાથે જોડાયેલી છે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-17 10:45:35

એટલાન્ટા: અમેરિકાના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. જે બે સ્પામાં શુટિંગ થયું તે રસ્તા પર આમને સામને છે જ્યારે ત્રીજુ સ્પા ચેરોકી કાઉન્ટીમાં છે. પ્રશાસન એ વાતની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યું છે કે ત્રણેય ઘટનાઓ શું એકબીજા સાથે જોડાયેલી છે?

ચેરીકી કાઉન્ટી શુટિંગના સંદિગ્ધને એટલાન્ટાથી દક્ષિણમાં ક્રિસ્પ કાઉન્ટીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ઓળખ 21 વર્ષના રોબર્ટ એરન લોન્ગ તરીકે થઈ છે. ચેરોકી કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે 'જ્યોર્જિયાના યંગ્સ એશિયન મસાજ' પર શુટિંગની ખબર મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને પાંચ લોકો ગોળીથી ઘાયલ મળ્યા. બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને બે વ્યક્તિના હોસ્પિટલ પહોંચતા મોત થયા. 

ચાર એશિયન મહિલાઓ
આ શુટિંગના એક કલાક બાદ એટલાન્ટામાં પોલીસને ગોલ્ડ મસાજ સ્પામાં રોબરીની ખબર મળી. તેઓ જ્યારે પહોંચ્યા તો ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ બાજુ પોલીસને રસ્તા પર બીજી બાજુ અરોમા થેરેપી સ્પામાં ગોળીબારની ઘટનાની જાણ થઈ. અહીં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકોમાં ચાર મહિલાઓ છે. જે એશિયન મૂળની લાગે છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે એ કહેવું ઉતાવળભર્યું રહેશે કે તેમનું સ્પા સાથે શું કનેક્શન હતું.
 

adv

Related News

post
post
post
post
post
post
post