• Home
  • News
  • અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, મૂળ આણંદના રહેવાસીની ન્યુયોર્કમાં કરાઇ હત્યા..
post

ગુજરાતમાં આણંદના રહેવાસી, અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ન્યુયોર્કમાં રહેતા કિંશુક પટેલની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-05-21 21:23:13

શિકાગો,

ગુજરાતમાં આણંદના  રહેવાસી, અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ન્યુયોર્કમાં રહેતા કિંશુક પટેલની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ન્યુયોર્ક સીટીમાં સ્ટોર ધરાવતા કિંશુક પટેલ રાત્રે સ્ટોર  બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કેટલાક અશ્વેત લોકોએ દુકાનમાં ઘૂસી જઇને લૂંટ મચાવવાનું શરૂ કરી દિધુ હતું. જો કે કિંશુક પટેલે તેમને સ્ટોરમાંથી બહાર જતા રહેવા કહેતા ઉશ્કેરાયેલા અશ્વેત લોકોએ માથાનાં ભાગે બોથડ પદાર્થ મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

 

     રાત્રે ઘરે સમયસરના ન આવતા ઘરના સભ્યો દુકાન પર આવ્યા હતા. અને ત્યાં કિંશુક પટેલ બેભાન અવસ્થામાં હતા, જો કે તાત્કાલીક તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલ લઇ જવાયા હતા.  જો કે, તેમનું ત્યાં મોત નિપજ્યુ હતું. અશ્વેત હુમલાખોરોએ લૂંટ ચલાવી તેમજ કિંશુક પટેલને માર-મારીને તેમનો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. જેના પગલે કિંશુક પટેલ ઘરે સંપર્ક કરી શક્યા ન હતા. પરિણામે તેમને માથાના ભાગેથી વધારે પડતું લોહી વહી જવાથી તેમનું મોત નિપજ્યુ હતુ.  

 

adv

Related News

post
post
post
post
post
post
post