• Home
  • News
  • કોરોના સામેની જંગ લડવા અમેરિકન મેયર, ભારતની મદદે આવ્યા..
post

સ્થાનીક અમેરિકન લોકો પણ ભારતની હાલની પરિસ્થીતીમાં મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ અમેરિકાના ડલાસ શહેરના મેયર એરિક જોહ્નશન છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-05-25 03:15:22

 

શિકાગો,

      કોરોના સામે જંગ લડવામાં ભારતની મદદે, અમેરિકાથી માત્ર ભારતીયો જ નહીં, પરંતુ સ્થાનીક અમેરિકન લોકો પણ ભારતની હાલની પરિસ્થીતીમાં મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ અમેરિકાના ડલાસ શહેરના મેયર એરિક જોહ્નશન છે.

    ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરના મેયર એરિક જોહ્નશને અગાઉ સ્થાનીક ભારતીય-અમેરિકન સંસ્થાના પ્રમુખ અરૂણ અગ્રવાલને ભારતની હાલની પરિસ્થીતી અને ત્યાં કયાં શહેરમાં સૌથી વધારે લોકોને મદદની જરૂર છે તે અંગે ચર્ચા કર્યા બાદ, મેયર જોહ્નશન અને અરૂણ અગ્રવાલ દ્વારા ફંડ એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં 1 મીલીયન ડોલરથી વઘારેનું ફંડ એકત્ર કરવામાં આવ્યુ છે.

     મેયર અને અરૂણ અગ્રવાલ દ્વારા ભારતના રાજસ્થાનના જયપુર શહેરની પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં હાથના મોજા, માસ્ક  તેમજ અન્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે.  જો કે, હજી વધારે ફંડ એકત્ર કરીને ભારતને વધારે મદદ કરવાની તૈયારી ટેક્સાસના લોકો બતાવી રહ્યા છે.  

adv

Related News

post
post
post
post
post
post
post